Site icon Revoi.in

રામ મંદિરમાં રામલલાના બાળ સ્વરૂપની સ્થાપના માટે નેપાળથી આવેલ બે વિશાળ ‘શિલા’ઓ આજે અયોધ્યા પહોંચશે

Social Share

લખનૌઃ- રામ મંદિર કરોડો શ્રદ્ધાળુંઓની આસ્થાનું પ્રતિક છે,જે આ વર્ષના અતંમાં અથવા 2024ના આરંભમાં શરુ થઈ જશે, કરોડો લોકો આ મંદિરને દાન કરી રહ્યા છે. લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે ત્યારે મંદિરનું નિર્માણ કાર્ય પણ જોરશોરથી ચાલી રહ્યું મોટાભાગના કાર્યો પમ પૂર્ણ થઈ ગયા છે ત્યારે રામભક્તો માટે એક વધુ સારા સમાચાર આજે સામે આવી રહ્યા છે

 આ સમાચાર પ્રમાણે  હવે નેપાળમાં મળેલા પથ્થરમાંથી ભગવાન રામનું બાળ સ્વરૂપ બનાવવામાં આવશે. જાનકી મંદિરના મહંત રામતપેશ્વર દાસ, જે પથ્થરને એકત્ર કરવા અને મોકલવામાં સક્રિય છે, તેમના જણાવ્યા  રામના બાળ સ્વરૂપમાં કોતરવામાં આવશે અને તેને રામ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે.આ શિલાઓ આજે અયોધ્યા લાવવામાં આવશે.

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામલલાના બાળ સ્વરૂપની સ્થાપના માટે કાલીગંડકી નદીમાંથી લાવવામાં આવેલા બે વિશાળ ‘શિલા’ સોમવારે સવારે જનકપુરધામથી અયોધ્યા જવા રવાના થશે. આ શિલા શનિવારે રાત્રે જનકપુર પહોંચ્યા હતા.

 રામ મંદિરમાં જે મૂળ સ્વરૂપ સ્થાપિત કરવામાં આવશે તે નેપાળી ખડકમાંથી તૈયાર કરવામાં આવશે. આ મૂર્તિ એક સાથે બે ખડકોમાંથી બનાવવામાં આવશે. જાનકી મંદિરના મહંત રામરોશન દાસ વૈષ્ણવે કહ્યું કે ભગવાન રામની મૂર્તિ 10 મહિનામાં પથ્થરમાંથી તૈયાર થઈ જશે.જે પથ્થરો આજે અયોધ્યામાં આવશે ત્યાર બાદ તેના પર કાર્ય આરંભ કરાશે.આ શિલાઓ ખૂબ વિશાળ છે.