Site icon Revoi.in

રાધનપુરના મહેમદાવાદ નજીક હાઈવે પર પુરફાટ ઝડપે જતું બાઈક સ્લીપ ખાઈ જતાં બેના મોત

Social Share

પાટણઃ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. પાટણ જિલ્લામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જિલ્લાના રાધનપુર તાલુકામાં મહેમદાવાદ અને ભિલોટ વચ્ચે પૂરફાટ ઝડપે જઈ રહેલું બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈક પર સાવર ચાલક સહિત બેના મોચ નિપજ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લાના હાઈવે પર અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા રહ્યા છે. આવા માર્ગ અકસ્માતના બનાવમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ પાટણ જિલ્લાના રાધનપુરના મહેમદાવાદ અને ભિલોટ વચ્ચેથી આવ્યો છે. હાઈવે પરથી પૂરફાટ ઝડપે પસાર થઈ રહેલું  બાઈક સ્લીપ ખાતા બે વ્યક્તિના મોત થયા નિપજ્યા હતા. અકસ્માતની દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા પરિવારના હૈયાફાટ રૂદનથી માહોલમાં ગમગીની છવાઇ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  પાટણ જિલ્લાના રાધનપુરનાં મહેમદાવાદ -ભિલોટ હાઈવે પર બનાસકાંઠાથી ભિલોટ લગ્ન પ્રસંગમાં બાઈક લઈ જઈ રહેલા બે યુવકોનું બાઈક સ્લીપ ખાઈ જતાં બન્ને રોડ પર પટકાયા હતા. અને બન્ને મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. અકસ્માતનાં પગલે ધટના સ્થળે લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા. બન્ને મૃતકોની લાશને 108 દ્વારા પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનોં દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાઈવે પર વાહનચાલકો નિયમોનું પાલન કરતા નથી, બાઈક સવારો પણ પોતાની સલામતી હોવા છતાં હેલ્મેટ પહેરતા નથી. તેના લીધે રોડ પર પટકોતા માથામાં ઈજા થવાથી મોતને ભેટતા હોય છે.

Exit mobile version