Site icon Revoi.in

કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયાં

Social Share

નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના નિહામા વિસ્તારમાં સોમવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. તેમાંથી એક લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો. લશ્કર કમાન્ડર રિયાઝ ડાર એન્કાઉન્ટર સ્થળ પર ઘેરાયેલો હતો. જો કે પોલીસે હજુ સુધી બંને આતંકીઓની ઓળખની પુષ્ટિ કરી નથી. તેની પ્રક્રિયા ચાલી રહી છે.

કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે, સોમવારે સવારે પુલવામા જિલ્લાના નિહામા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. કોર્ડન કડક થતાં જ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં, સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો, જેના કારણે એન્કાઉન્ટર થયું અને બંને તરફથી ગોળીબાર થયો હતો. આ દરમિયાન આતંકીઓ જે ઘરમાં છુપાયેલા હતા ત્યાં આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

અગાઉ, કુપવાડામાં ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં હથિયારો, દારૂગોળો અને દારૂગોળોનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કર્યું છે. આ ઉપરાંત નક્સલવાદીઓને ડામવા માટે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી સુરક્ષા દળો દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહી છે.

Exit mobile version