Site icon Revoi.in

ઉદેયપુર હત્યાકાંડઃ પાકિસ્તાની સંગઠન દાવતે 35 વધુ લોકોને ઓનલાઈન ટ્રેનિંગ આપી હતી

Social Share

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુરમાં નુપુર શર્માને સમર્થન મુદ્દે કનૈયાલાલ દરજી નામના શ્રમજીવીની કટ્ટરપંથીઓએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ પ્રકરણમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ કરતા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન કનૈયાલાલની હત્યા પહેલા પાકિસ્તાની સંગઠન દાવતે ઈસ્લામીએ રિયાઝ અને ગોસ મોહમ્મદ સહિત ત્રણ ડઝનથી વધુ લોકોને ઓનલાઈન ટ્રેનિંગ આપી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સંગઠન દાવતે ઇસ્લામીએ નુપુર શર્માના સમર્થકોના ગળા કાપવા માટે રાજસ્થાનમાં 3 ડઝનથી વધુ લોકોને ઓનલાઈન તાલિમ આપી હતી.તેમજ ગળા કાપતા વીડિયો મારફતે લોકોમાં ભય ફેલાવવા સૂચના આપવામાં આવી હતી. રિયાઝ અખ્તારી અને ગોસ મોહમ્મદની કોલ ડિટેઈલમાં પાકિસ્તાનના 10 લોકોના 20 મોબાઈલ નંબર મળી આવ્યા છે. તેઓને વ્હોટ્સએપ જેવી સોશિયલ મીડિયા એપ્સ દ્વારા શિરચ્છેદ અંગે ઓડિયો અને વિડિયો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. કનૈયાલાલની હત્યા કેસમાં ઝડપાયેલો રિયાઝ અગાઉ પાકિસ્તાન ગયો હોવાનું અને આતંકવાદની તાલીમ લીધી હોવાનું સામે આવ્યું હતું.

ઉદેયુપર હત્યાકાંડમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ તપાસમાં ઝંપલાવ્યું હતું. સમગ્ર કેસમાં સ્થાનિક પોલીસ ઉપરાંત એટીએસ અને એનઆઈએની ટીમ પણ તપાસ કરી રહી છે. ઉદેયપુર હત્યાકેસમાં ઝડપાયેલો રિયાઝ અને ગોસ મહંમદએ કનૈયાલાલની હત્યા કરવા માટે છરા પણ જાતે જ તૈયાર કર્યાં હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ નુપુર શર્માના સમર્થનમાં કટ્ટરપંથીઓએ એક વેપારીની ઘાતકી હત્યા કરી હતી. જેની તપાસમાં પણ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ જોડાઈ છે.

(Photo-File)