Site icon Revoi.in

ઉદ્ધવ ઠાકરેની જાહેરાત – શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે

Social Share

મુંબઈ:શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઈના દાદરમાં શિવસેના ભવનમાં પત્રકાર પરિષદ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જાહેરાત કરી હતી કે,શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે.તેમણે એમ પણ કહ્યું કે,શિવસેનાના સાંસદો કે અન્ય કોઈએ આ માટે તેમના પર કોઈ દબાણ કર્યું નથી.તેમણે સ્પષ્ટ કર્યું કે,શિવસેનાના સાંસદોની વિનંતીને માન આપીને તેમણે આ નિર્ણય લીધો છે.

ઉદ્ધવ ઠાકરેએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ગઈકાલે સાંસદો સાથે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં શિવસેનાના સાંસદોએ તેમને નિર્ણય લેવાનો અધિકાર સોંપ્યો હતો.ઉદ્ધવ ઠાકરેએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે, ગઈકાલે સાંસદો સાથે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં શિવસેનાના સાંસદોએ તેમને નિર્ણય લેવાનો અધિકાર સોંપ્યો હતો.તેમના પર કોઈ દબાણ નહોતું. પરંતુ આદિવાસી મહિલા પ્રથમ વખત દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થાય એ શિવસેનાની ઈચ્છા તો છે જ, પણ દેશ માટે ગર્વની વાત પણ હશે. તેથી જ તેમણે રાજકારણથી પર જઈને આ નિર્ણય લીધો છે.

ઉદ્ધવ ઠાકરેએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિ બનવાની તક આપવામાં આવી રહી છે.શિવસેનાએ અગાઉ એનડીએમાં હતા ત્યારે યુપીએના ઉમેદવારો પ્રતિભા તાઈ પાટીલ અને પ્રણવ મુખર્જીને સમર્થન આપ્યું હતું.પ્રથમ વખત આદિવાસી સમાજની મહિલા દેશના સર્વોચ્ચ પદ માટે ચૂંટણી લડવા જઈ રહી છે, તેથી અમને લાગ્યું કે આપણે તેને સમર્થન આપવું જોઈએ.