Site icon Revoi.in

ઉજ્જૈનઃ મહાકાલ મંદિરમાં ભક્તો હવે જ્યોતિલિંગને જળ અર્પણ કરી શકશે

Social Share

ભોપાલઃ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં કેટલાક મહત્વના ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓની આસ્થાને માન આપીને મહત્વના નિર્ણય લેવાયાં છે. નવી વ્યવસ્થા અનુસાર હવે શ્રદ્ધાળુઓ પાસેથી બાલટીમાં પાણી લઈને પુજારી જ્યોતિર્લિંગ પર અર્પિત સરશે. અત્યાર સુધી કેટલાક શ્રદ્ધાળુઓ કર્મચારીઓની મદદથી મહાકાલને જળ અર્પિત કરી શકતા હતા. જ્યારે સામાન્ય ભક્તો જ્યોતિલિંગને જળ અર્પણ કરી શકતા ન હતા. તેમ મહાકાલના પુજારી અને પ્રબંધ સમિતિના પૂર્વ સભ્ય મહેશ પુજારીએ જમાવ્યું હતું.

કોરોના મહામારીને પગલે જ્યોતિર્લિંગ ઉપર શ્રદ્ધાળુઓ જળ અર્પિત કરી શકતા ન હતા. માત્ર પુજારી જ ભગવાનને જળ અર્પિત કરતા હતા. પુજારી મહેશજીએ જણાવ્યું હતું કે, મહાકાલની ભસ્મની ટિકિટની વ્યવસ્થાને લઈને નિર્ણય લેવાયો છે. શ્રદ્ધાળુઓ જ્યોતિલિંગની તસ્વીર સાથેની ટિકીટ લીધા બાદ ગમે ત્યાં નાખી દેતા હતા. જેથી અનેક ભક્તો જ્યોતિલિંગના આવા અપમાનથી દુઃખી હતા. જથી હવે ટિકીટ ઉપર જ્યોતિલિંગની ફોટો નહીં રાખવાનો નિર્મય કરાયો છે. હવે નવી ટિકીટમાં જ્યોતિલિંગની તસ્વીરનો ઉપયોગ કરવામાં નહીં આવે. વહીવટી તંત્રના આ મહત્વના નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના દર્શન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે મંદિર વહીવટી તંત્ર તથા સ્થાનિક તંત્ર દ્વારા અનેક વ્યવસ્થા કરવામાં આવી છે.