Site icon Revoi.in

બાળકોના સ્વાસ્થ્યને લઈને યુકે સરકારનો મોટો નિર્ણય, ટીવી પર નહીં જોવા મળે જંક ફૂડની જાહેરાતો

Social Share

દિલ્હી : બ્રિટન સરકારે સવારે 5:30 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ટીવી ઉપર જંક ફૂડની જાહેરાતોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જંક ફૂડ એડ્સ સંબંધિત આ નિયમો આવતા વર્ષથી લાગુ થશે. બાળકોના હાનિકારક ખોરાકથી ઓછામાં ઓછો સામનો થાય, આ પ્રતિબંધનું આ જ કારણ છે.

આ મુદ્દે સાર્વજનિક વિચાર-વિમર્શ કરવામાં આવી હતી.આ નિયમો 2022 ના અંતથી લાગુ થશે. આ અંતર્ગત આવી ખાદ્ય ચીજોની જાહેરાતો પર ટેલિકાસ્ટ પર સવારના 5.30 થી રાતના 9 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવશે.યુકેના ટીવીમાં માંગ આધારિત કાર્યક્રમો પર નવા નિયમો લાગુ પાડવામાં આવશે. આ સાથે પ્રતિબંધ ઓનલાઇન માધ્યમ પર પણ લાગુ થશે.

તે બાળકોમાં સ્થૂળતાને નાથવા માટેના વિશાળ અભિયાનનો એક ભાગ છે. બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગના જ ચર્ચિલે કહ્યું કે, અમે બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો કરવા અને મેદસ્વીપણાને લગતા નિવારણ માટે પ્રતિબદ્ધ છીએ. યુવાનો જે સામગ્રી જુએ છે તે તેમની પસંદગીઓ અને આદતોને અસર કરે છે. બાળકો વધુ સમય ઓનલાઇન વિતાવતા હોય છે, તેથી અમે તેમને હાનિકારક જાહેરાતોથી બચાવવા માટેનાં પગલાં લીધાં છે.

તેમણે કહ્યું કે આ પગલાં દેશને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે અમારી વ્યૂહરચનાનો એક અન્ય ભાગ છે અને તે તેમને ખોરાક વિશે યોગ્ય રીતે નિર્ણય લેવાની તક આપશે. આ પ્રતિબંધ એચએફએસએસના ઉત્પાદન અથવા વેચાણ કરતા તમામ વ્યવસાયો પર લાગુ થશે જેમાં 250 અથવા વધુ કામદારો છે. આનો અર્થ એ કે નાના અને મધ્યમ ઉદ્યોગો જાહેરાત કરી શકશે.