Site icon Revoi.in

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને એસ્ટ્રાઝેનેકા વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

Social Share

દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને શુક્રવારે એસ્ટ્રાઝેનેકા કોવિડ -19 વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પીએમ જોનસને ટ્વિટ કરીને કહ્યું કે,મેં હમણાં જ મારો પહેલો ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સીનનો ડોઝ લીધો છે. અવિશ્વસનીય વૈજ્ઞાનિકો,એનએચએસ કર્મચારીઓ અને સ્વયંસેવકો સહીત તે બધાનો આભાર કે જેમણે આ બનાવામાં મદદ કરી છે. જેને આપણે મિસ કરીએ છીએ,તેને આપણા જીવનમાં પાછા મેળવવા માટે વેક્સીન લેવી સૌથી સારી બાબત છે. ચાલો વેક્સીન લઈએ.

ઘણા યુરોપિયન દેશોએ લોહીની ગંઠાઇ જવાની સંભાવનાને કારણે આ વેક્સીનનો ડોઝ આપવાનું બંધ કર્યું હતું,પરંતુ હવે ફરીથી આ વેક્સીન આપવામાં આવી રહી છે. યુરોપિયન અને બ્રિટિશ ડ્રગ નિયામક સંસ્થાઓ મુજબ,તેઓએ બધા ઉપલબ્ધ ડેટાનું સંપૂર્ણ વૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે અને નિષ્કર્ષ પર કાઢ્યું છે કે, એસ્ટ્રાઝેનેકા વેક્સીન લેવાથી લોહીના ગંઠા જામવાના પુરાવા મળ્યા નથી.

આ વેક્સીન ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી હતી. અને તેનું નિર્માણ એસ્ટ્રાઝેનેકા અને સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. યુકેની દવા અને સ્વાસ્થ્ય ઉત્પાદનોની નિયામક એજન્સી એમએચઆરએ સલાહ આપી છે કે,જે લોકો આ વેક્સીન લીધા પછી સતત ચાર દિવસ માથાના દુખાવાની ફરિયાદ કરે છે,તેઓએ તબીબી સલાહ લેવી જોઈએ.

-દેવાંશી