Site icon Revoi.in

રશિયાના 50 જવાનોને ઠાર માર્યાનો યુક્રેનનો દાવો

Social Share

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો છે. તેમજ મિસાઈલથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન યુક્રેનએ દાવો કર્યો છે કે, તેણે રશિયાના ડઝનો સૈનિક માર્યાં છે. યુક્રેની સેનાએ અત્યાર સુધીમાં 50 ફોર્સેજને ઠાર માર્યાં છે. તેમજ છ યુદ્ધ જહાજને પણ તોડી પાડવામાં આવ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી તણાવ ભરી પરિસ્થિતિ ઉભી થઈ હતી. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની આદેશ કર્યાં હતા. તેમજ કિવ એરપોર્ટ ઉપર રશિયા દ્વારા મિસાઈલ હુમલા કરવામાં આવ્યાં છે. બીજી તરફ રશિયાના હુમલાની અમેરિકા સહિતના દેશોએ નિંદા કરી છે. તેમજ નોટા દ્વારા પણ રશિયા સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સમગ્ર મુદ્દો યુએનમાં ઉઠ્યો હતો. દરમિયાન સૈન્ય કાર્યવાહી અટકાવવા માટે દુનિયાના અનેક દેશોએ રશિયાને અપીલ કરી છે. દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે, યુક્રેનના જવાનો રશિયાને જવાબ આપી રહ્યાં છે. તેમજ 50થી વધારે હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યાં છે.

બિડેને યુક્રેન પરના બિનઉશ્કેરણીજનક અને ગેરવાજબી હુમલાની પણ નિંદા કરી અને વચન આપ્યું કે વિશ્વ તેના માટે રશિયાને જવાબદાર ઠેરવશે. તેમણે કહ્યું કે આ હુમલાથી થયેલા મૃત્યુ અને વિનાશ માટે એકલું રશિયા જ જવાબદાર છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશો સંયુક્ત અને નિર્ણાયક રીતે જવાબ આપશે.

Exit mobile version