બેંગ્લોરઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. નવીન નામના આ વિદ્યાર્થીનું મોત થતા કર્ણાટકમાં રહેતા તેના પરિવારજનોના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ સરકાર દ્વારા તેના મૃતદેહને પરત ભારત લાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે તેનો મૃતદેહ કર્ણાટકના હાવેરીમાં પહોંચ્યો હતો. નવીના પૈતૃક આવાસ ઉપર મોટી સંખ્યામાં લોકો તેના અંતિમ દર્શન કરવા આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનમાં રશિયાના ગોળીબારમાં જમવાનું લેવા નીકળેલા નવીન નામના ભારતીય વિદ્યાર્થીને ગોળીવાગી હતી. જેમાં તેનું મોત થયું હતું. વિદ્યાર્થિનું મોત થતા ભારત સરકારે તાત્કાલિક આ અંગે રશિયા અને યુક્રેનના સત્તાધાશી સાથે વાતચીત કરી હતી. દરમિયાન રશિયાએ ભારતીય વિદ્યાર્થીને બહાર નીકળવાનો સમય મળી રહે તે માટે સીઝફાયરનો અમલ કર્યો હતો. બીજી તરફ ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા મારફતે મોટી સંખ્યામાં યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત ભારત લાવવામાં આવ્યાં હતા. તેમજ ગોળીબારમાં મૃત્યુ પામેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મૃતદેહને પરત લાવવા માટે કવાયત તેજ બનાવી હતી. કાયદેસરની કાર્યવાહી બાદ તેનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો હતો. તેમજ તેનો પાર્થિવ દેહ આજે પૈતૃક આવાસ કર્ણાટકના હાવેરી પહોંચ્યો હતો. જ્યાં નવીનના પરિવારજનો સહિતના આગેવાનોને અંતિમ શ્રદ્ધાંજલી આપી હતી. તેમજ મોટી સંખ્યામાં નવીનના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યાં હતા. સ્થાનિકોની સાથે રાજકીય આગેવાનો પણ નવીનના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા.