Site icon Revoi.in

યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો-બોર્ડર પર 2 લાખ રશિયન સૈનિક તૈનાત

Social Share

દિલ્હી:યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenksy એ બુધવારે જણાવ્યું હતું કે,રશિયાએ યુક્રેનની સરહદો પર લગભગ 2,00,000 સૈનિકો તૈનાત કર્યા છે કારણ કે બંને પડોશીઓ વચ્ચે તણાવ વધવાની સંભાવના છે.લગભગ 2,00,000 સૈનિકો યુક્રેનની સરહદ પર તૈનાત છે.તો, તાજેતરમાં રશિયાએ યુક્રેનના બે પ્રાંત, લુહાન્સ્ક-ડોનેત્સ્કને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે.જે બાદ ઝેલેન્સકીએ કહ્યું, અમે ડરતા નથી.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમના દેશની બહાર સૈન્ય બળનો ઉપયોગ કરવાનો અધિકાર મળ્યા બાદ યુક્રેનએ બુધવારે દેશવ્યાપી આપાતકાલ જાહેર કરી હતી.દરમિયાન પશ્ચિમી દેશોએ રશિયા વિરુદ્ધ સંખ્યાબંધ પ્રતિબંધોની જાહેરાત કરી હતી અને મોસ્કો યુક્રેનના ધારાસભ્યોએ દેશવ્યાપી આપાતકાલ લગાવ્યા બાદ રાષ્ટ્રપતિ Volodymyr Zelenksy ના આદેશને મંજૂરી આપી હતી.,જે ગુરુવારથી 30 દિવસ સુધી અમલમાં રહેશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ બુધવારે કહ્યું કે,મોસ્કોએ યુક્રેનમાં તેની એમ્બેસી ખાલી કરી દીધી છે.સાથે જ યુક્રેને પણ પોતાના નાગરિકોને રશિયા છોડવા માટે વિનંતી કરી છે.મોસ્કોની કિવમાં દૂતાવાસ છે અને ખાર્કિવ, ઓડેસા અને લ્વીવમાં વાણિજય દુતાવાસ છે. એક સમાચાર મુજબ,રશિયાએ યુક્રેનમાં તેના રાજદ્વારી સ્થાપનોને ખાલી કરી દીધા છે.