Site icon Revoi.in

અંડરવર્લ્ડ ડોન દાઉદ દર મહિને ખાસ લોકોને રૂ. 10-10 લાખ મોકલે છે, ઈડીની તપાસમાં ખુલાસો

Social Share

મુંબઈઃ દેશના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ હાલ પાકિસ્તાનના કરાંચીમાં હોવાનું ઈડીની તપાસમાં ખૂલ્યું છે. ઈડીની તપાસ દરમિયાન અન્ય ચોંકાવનારા ખુલાસા પણ થયાં છે. દાઉદ દર મહિને ઈકબાલ કાસકર સહિત પોતાના ભાઈ-બહેનો અને સંબંધીઓને રૂ. 10-10 લાખ મોકલે છે. ઈડીએ મની લોન્ડ્રીંગ કેસમાં ઈકબાલ કાસકરની પણ ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈકબાલ કાસકરના ખાસ મિત્ર અબ્દુલ સમદના નાનાભાઈની ઈડીએ પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અબ્દુલ સમદ પણ દાઉદ ઈબ્રાહીમની ગેંગ માટે કામ કરતો હતો. 7મી ડિસેમ્બર 1990માં દાઉદ અને અરૂણ ગવળી ગેંગ વચ્ચે થયેલી ગેંગવોરમાં તેનું મોત થયું હતું. અબ્દુલ સમાદનો ભાઈ ખાલિદ ઉસ્માન શેખ મની લોન્ડ્રીંગ કેસમાં સાક્ષી છે, તેણે ઈડી સમક્ષ જણાવ્યું હતું કે, ઈકબાલ અને અબ્દુલ નાનપણના મિત્ર હતા અને બંનેએ લાંબો સમય સાથે કામ કકર્યું છે. અબ્દુલના અવસાન પછી ઈકબાલ બોલાવતો ત્યારે હું અને મારો ભાઈ શબ્બીર ઉસ્માન તેને મળવા જતા હતા. શબ્બીર ઉસ્માનની પોલીસે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. ઈકબાલ કાસકરએ એક વાર કહ્યું હતું કે, દાઉદ તમામ ભાઈ-બહેનો અને સંબંધીઓને પોતાના સાગરિતો મારફતે દર મહિને રૂ. 10-10 લાખ મોકલાવે છે. સલીમ અહમદ સૈયદ દાઉદની બહેન હસીના પારકર માટે ડ્રાઈવરનું કામ કરતો હતો. તેણે હસીના પારકર માટે જમીન પચાવી પાડવા, સંપતિ વિવાદના ઉકેલનું કામ કરતો હતો. મુંબઈના બાંદ્રામાં એક ફ્લેટ ઉપર સલીમ અને હસીના પારકરે જબરજસ્તીથી કબજો કર્યો હતો.