Site icon Revoi.in

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વાવાઝોડાના અસરગ્રસ્ત કચ્છનું હવાઈ નિરીક્ષણ કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આવેલુ વાવાઝોડુ કચ્છના જખૌના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પરિણામે ઠેર-ઠેર પાણી ભરાયાં છે. આ ઉપરાંત અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયાં છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ઉપર પડેલા વૃક્ષો દૂર કરવાની સાથે પુનઃ વીજ પુરવઠો કાર્યરત કરવા માટે કામગીરી કરી રહ્યું છે, હાલ 900 જેટલા ગામમાં વિજ પુરવઠો ખોરવાયો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતની મુલાકાતે આવશે અને કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે. અમિત શાહે ઓનલાઈન ગુજરાતના કેબિનેટ મંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા ઉપર કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહ્યું હતું. એટલું જ નહીં કેન્દ્ર સરકાર સતત ગુજરાત સરકાર સાથે સંપર્કમાં હતી. એટલું જ નહીં મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા સહિતના કેન્દ્રીય મંત્રીઓએ ગુજરાતમાં ધામા નાખ્યાં હતા તેમજ વ્યવસ્થાપનની કામગીરીમાં જોડાયાં હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ બિપરજોય વાવાઝોડાની મુવમેન્ડ ઉપર સતત નજર રાખી રહ્યાં હતા. એટલું જ નહીં વાવાઝોડાની પરિસ્થિતિ અને બચાવ કામગીરીને લઈને દર 20 મિનિટમાં રિપોર્ટ અમિત શાહને મોકલવામાં આવતો હોવાનું જાણવા મળે છે. વાવાઝોડાની અસર કચ્છ જિલ્લામાં જોવા મળી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને પગલે મોટી સંખ્યામાં વિજળીના થાંભલા, વૃક્ષો ધરાશાયી થયાં હતા. હાલ વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતની મુલાકાતે આવશે. એટલું જ નહીં તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે વાવાઝોડાના અસરગ્રસ્ત કચ્છની હવાઈ નિરીક્ષણ કરશે.