Site icon Revoi.in

યુપી સરકારની મોટી જાહેરાતઃ યુજી-પીજી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને આપશે સ્માર્ટ ફોન અથવા ટેબલેટ

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશની સરકાર રાજ્યમાં અભ્યાસને લઈને અનેક સહુલત આપતી જોવા મળી રહી છે ત્યારે હવે મિશન 2022ની તૈયારીઓમાં યોગી સરકાર વ્યસ્ત જોવા મળ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજરોજ ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે, સીએમ એ વિધાનસભામાં જણાવ્યું હતું કે સરકાર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને ડિપ્લોમામાં એડમિશન લઈ રહેલા વિદ્યાર્થીઓને ટેબલેટ અથવા સ્માર્ટ ફોનનું ફ્રીમાં વિતરણ કરશે,આ માટે તેમણે 3 હજાર કરોડ રુપિયાના ફંડની ફાળવણી કરી છે.

બજેટ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ વિપક્ષ પર તીવ્ર પ્રહારો કર્યા હતા. રાજ્ય સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે અમે અમારી યોજનાઓને અમે  કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું.

બજેટની વાત કરતા દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજ્યની અંદર બજેટનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે. વર્ષ 2015-16માં 2.5 લાખ કરોડનું બજેટ હતું.ત્યાર બાદ 2.40 લાખ કરોડનું બજેટ 2016-17માં આવ્યું હતું. આજે અમે બજેટનો વ્યાપ લગભગ 6 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જવામાં સફળ રહ્યા છીએ. મોટી વિચારસરણી અને મોટી ક્રિયાઓ સાથે બજેટનો વ્યાપ પણ વધ્યો છે.

આ સાથે જ વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે આ પહેલી મહામારી છે જેમાં એક પણ ગરીબ ભૂખથી મરી ગયો નથી. આપણે મહામારીનો સ્વીકાર કરવો જ પડશે, નહીં તો રોગની સારવાર માટે અને રોગની રોકથામ માટે કોઈ અભિયાનમાં આગળ વધી શકાશે નહીં.

તેમણે વધુમાં કહ્યું કે ગરીબોને ભોજન આપવામાં આવે તે પણ  વિપક્ષને ખરાબ લાગી રહ્યું  છે. બેગમાં અનાજનું વિતરણ પણ ગરીબોની મજાક ગણાવી દીધી. યોગી આદિત્યનાથે વિપક્ષને આડે હાથ લીઘુ હતું અને વધુમાં કહ્યું કે તે વાત સાફ જોવા મળે છે કે,વિપક્ષને જમીન પર ચાલવાની ટેવ નથી.