Site icon Revoi.in

અમેરિકાઃન્યૂયોર્કમાં 5 લોકો ઓમિક્રોનથી સંક્રમિત,બાઇડેન સરકાર એલર્ટ,નવા નિયમો લાગુ કરશે 

Social Share

દિલ્હી:એક તરફ વિશ્વમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમણના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ તમામ દેશોએ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. યુએસ મીડિયાએ ગવર્નર કેથી હોચુલને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ન્યૂયોર્કમાં ઓમિક્રોન કોરોનાવાયરસ વેરિયન્ટના પાંચ કેસની પુષ્ટિ થઈ છે. આ પહેલા અમેરિકામાં કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિયન્ટનો ત્રીજો કેસ કોલોરોડોમાં સામે આવ્યો હતો.  યુએસએ પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોવિડ -19 માટે પરીક્ષણ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે,આવતા સપ્તાહથી કોરોનાની તપાસ સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવશે.

યુએસ પ્રમુખ જો બાઇડેને કહ્યું છે કે,યુએસ આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ, પછી ભલે તેઓને રસી આપવામાં આવી હોય અથવા કોઈપણ દેશના હોય, તેમની મુસાફરી શરૂ કરવાના એક દિવસ પહેલા કોવિડ -19 માટે પરીક્ષણ કરવું પડશે. જ્યારે પહેલા ત્રણ દિવસ એટલે કે 72 કલાકમાં ટેસ્ટ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત હતો.

આ સિવાય વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિદેશીઓ અને ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરતા અમેરિકી નાગરિકો માટે નવા ટેસ્ટિંગ નિયમો આવતા સપ્તાહની શરૂઆતથી લાગુ કરવામાં આવશે.

ગુરુવારે યુએસમાં ઓમિક્રોનના બીજા કેસની પુષ્ટિ થઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મિનેસોટામાં રહેતો એક વ્યક્તિ ઓમિક્રોન ફોર્મથી સંક્રમિત જોવા મળ્યો છે. વિભાગે કહ્યું છે કે,વ્યક્તિ સંપૂર્ણ રસીકરણ પછી પણ ચેપગ્રસ્ત છે, તે તાજેતરમાં બે દિવસ માટે ન્યૂયોર્ક સિટી ગયો હતો.