Site icon Revoi.in

UNSCમાં સ્થાયી સભ્યપદ માટે હવે અમેરિકા કરી શકે છે ભારતનો વિરોધ

navbharattimes.indiatimes.com

Social Share

દિલ્હી: યુક્રેન અને રશિયા મુદ્દે વિશ્વના મોટાભાગના દેશો રશિયાની વિરુદ્ધમાં છે ત્યારે ભારત સહીત 6-7 દેશ એવા છે કે મધ્યસ્થ રહીને રશિયાનું સમર્થન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભારતના આ પ્રકારના વલણથી અમેરિકા સહીત કેટલાક દેશો ભારતથી નારાજ છે.

આવામાં હવે જાણકારો કહી રહ્યા છે કે યુક્રેન પર રશિયાના હુમલા વિશે ભારતનું તટસ્થ વલણ હવે અમેરિકાને ખૂંચી રહ્યું છે. યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બે વાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાએ હવે યુક્રેનથી તેની સેના હટાવવી જોઈએ, ત્યાં ઘણું નુકસાન થયું છે. ભારતે બે વખત આ પ્રસ્તાવમાં તટસ્થ વલણ અપનાવ્યું છે. જેના કારણે હવે ભારત સામે અમેરિકા સહિત પશ્ચિમ દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકા અને ફ્રાન્સની આ નારાજગીના કારણે હવે શક્ય છે કે, ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળવામાં મુશ્કેલી થઈ શકે છે.

બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવમાં પણ ભારત તટસ્થ રહ્યું ત્યારે પણ અમેરિકાના આસિસ્ટન્ટ સ્ટેટ સેક્રેટરી ડોનાલ્ડ લુએ કહ્યું હતું કે “અમે ઈચ્છીએ છીએ કે ભારત રશિયાની કાર્યવાહી તરફ સ્પષ્ટ વિચારો વ્યક્ત કરે.

UNSCના પાંચ મુખ્ય સભ્ય દેશોમાં અમેરિકા, ફ્રાન્સ, ચીન, બ્રિટન અને રશિયા છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી અમેરિકા, બ્રિટન અને યુરોપિયન સંઘે રશિયા પર ઘણાં આકરા પ્રતિબંધો લગાવ્યા છે. નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના સ્થાયી સભ્યપદ માટે અત્યાર સુધી ચીન જ વિરોધ કરતું હતું પરતું હવે શક્ય છે કે, અમેરિકા અને બ્રિટન પણ આ વિરોધમાં સામેલ થઈ શકે છે.

Exit mobile version