Site icon Revoi.in

અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન આવતીકાલે ઈઝરાયલની મુલાકાત લેશે

Social Share

દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી હમાસ દ્રારા ઈઝરાયને નિશઆન બનાવવામાં આવી રહ્યું છે જેમાં હજારો લોકોના મોત પણ થયા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે હવે  અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન આવતીકાલે 18 ઓક્ટોબરના રોજ ઈઝરાયલની મુલાકાત લેવા જઈ રહ્યા છે આ મામલે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન એ જાણકારી આપી છે.

માહિતી પ્રમાણે એમેર્કી રાષ્ટ્રપતિ આવતીકાલે બુધવારે તેલ અવીવની મુલાકાતે જઈ રહ્યા છે.  મંગળવારે વહેલી સવારે તેલ અવીવમાં મીડિયાને સંબોધતા બ્લિંકને કહ્યું કે આ ઈઝરાયેલ, મધ્ય પૂર્વ અને વિશ્વ માટે ખૂબ જ નાજુક ક્ષણ છે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ બાઈડેન બુધવારે ઈઝરાયેલની મુલાકાત લેશે.

વઘુમાં તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેન ઈઝરાયેલ સાથે અમેરિકાની એકતાની પુનઃ પુષ્ટિ કરવા તેલ અવીવ આવશે. તે જ સમયે, રાષ્ટ્રપતિ બાઈડેન ફરીથી સ્પષ્ટ કરશે કે ઇઝરાયેલને તેના નાગરિકોની સુરક્ષા અને હમાસ અને અન્ય આતંકવાદી સંગઠનોના હુમલા રોકવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે એ પણ જાહેરાત કરી કે યુ.એસ. અને ઇઝરાયેલ એક એવી મિકેનિઝમ બનાવવા માટે સંમત થયા છે જે અન્ય દેશો અને બહુપક્ષીય સંસ્થાઓને ગાઝામાં નાગરિકોને માનવતાવાદી સહાય પહોંચાડવા સક્ષમ બનાવશે.

તો બીજી તરફ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના  યુદ્ધમાં દરરોજ સેંકડો લોકો મરી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસના ઝડપી હુમલા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીન પહોંચી ગયા છે. પુતિનની આ મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની ઈઝરાયેલ મુલાકાતના એક દિવસ પહેલા થઈ છે. પુતિન અમેરિકાને ચીનમાં ઘેરવાની રણનીતિ બનાવશે.