Site icon Revoi.in

કાશ્મીરમાં થયેલ નરસંહારની સત્યતા કહેવા બદલ યુએસએના ‘રોડ આઇલેન્ડ’એ વિવેક અગ્નિહોત્રીનું સન્માન કર્યું 

Social Share

મુંબઈ:ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈપણ પ્રમોશન વિના ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે.આ ફિલ્મ 11 માર્ચે દેશભરમાં રિલીઝ થઈ હતી.આ ફિલ્મ રિલીઝ થયા બાદ થિયેટરમાંથી બહાર આવતા દર્શકોના ઈમોશનલ રિએક્શનના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.હવે આ ફિલ્મને વિદેશોમાં પણ પસંદ કરવામાં આવી રહી છે.આ વાતની જાણકારી આપતા ફિલ્મ નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રીએ ફેંસ સાથે હાલમાં જ તેને મળેલ સન્માનપત્ર શેર કર્યું છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર લખ્યું છે કે 32 વર્ષમાં પહેલીવાર દુનિયાના ઘણા દેશોમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના લોકતાંત્રિક અને ઉદારવાદી રાજ્ય -રોડ આઇલેન્ડએ એક નાની એવી ફિલ્મના કારણે કાશ્મીરમાં થયેલા નરસંહાર વિશે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે. તમે ખુદ તેને વાંચો અને નક્કી કરો કે હેરાનગતિ કોણે કરી અને કોને સજા થવી જોઈએ.ન્યૂ ઈન્ડિયાના હેશટેગને શેર કરતા વિવેકે આગળ લખ્યું કે આ ન્યૂ ઈન્ડિયા છે.

તેણે આ પોસ્ટ સાથે રોડ આઇલેન્ડ તરફથી મળેલ સન્માનનું પ્રમાણપત્ર પણ શેર કર્યું છે.આ સર્ટિફિકેટમાં લખવામાં આવ્યું છે કે,રોડ આઇલેન્ડ રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે,હાઉસ ઑફ રોડ આઇલેન્ડ કાશ્મીરની સાચી ઘટનાને દર્શકો સમક્ષ રજૂ કરવા માટે ડિરેક્ટર અને ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીને અભિનંદન આપે છે.