Site icon Revoi.in

ઘરે બનાવેલા એલોવેરા ઓઈલનો કરો ઉપયોગ,મળશે કાળા અને લાંબા વાળ

Social Share

વાળને કાળા અને મજબૂત રાખવા માટે લોકો દ્વારા અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવતા હોય છે. ક્યારેક લોકોને રાહત મળે છે તો ક્યારેક લોકોને કોઈ ફાયદો થતો નથી, તો જે લોકોને ફાયદો થતો નથી તે લોકોએ ઘરે બનાવેલા એલોવેરા ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ.

એલોવેરા વાળ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. વાળ ખરતા અટકાવવાથી માંડીને ફ્રીઝીનેસ સામે લડવા માટે એલોવેરા ખૂબ ફાયદાકારક છે. એલોવેરામાં આવશ્યક પોષક તત્વો, ખનિજો, વિટામિન્સ અને એમિનો એસિડથી ભરપૂર છે. તે તમારા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

એલોવેરા ઓઈલને બનાવવા માટે નાળિયેરના તેલની જરૂર પડે છે. એલોવેરાનો પલ્પ મિક્સર ગ્રાઈન્ડરમાં નાખી પછી મિક્સ કરીને એલોવેરા બહાર કાઢી લો. એક પેનમાં નાળિયેર તેલ અને એલોવેરા નાખો. તેલ ધીમે ધીમે બ્રાઉન થવા લાગશે. તેલને ઠંડુ થવા દો અને પછી તેને ગાળી લો. તેને બોટલમાં સ્ટોર કરો. આ તેલનો ફાયદો એ છે કે એલોવેરા જેલમાં પાણીનું પ્રમાણ વધારે છે જે તમારા વાળને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ રાખે છે. એલોવેરા વાળના વિકાસને વધારે છે અને વાળનો વિકાસ સુધારે છે. ઉપરાંત એલોવેરામાં આવશ્યક ખનીજ અને ઉત્સેચકો હોય છે જે વાળ વધારવામાં મદદ કરે છે.