વાળની કાળજી રાખવા માટે સ્ત્રીઓ અનેક પ્રકારના નુસ્ખાઓ ટ્રાય કરે છે. ક્યારેક તેમને જે પ્રકારે જોઈએ તેવા વાળ મળી જાય છે પરંતુ ક્યારેક વાળને નુક્સાન પણ થતું હોય છે. પણ હવે અત્યારે વાત કરીશું મુલતાની માટીની. લોકો આ વાત જાણીને થોડીવાર ચોંકી તો જશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આનાથી વાળને ફાયદો થાય છે.
જાણકારોના કહેવા પ્રમાણે મુલતાની માટીનું હેર પેક – એક બાઉલમાં 2-3 ચમચી મુલતાની માટી પાવડર લો. તેમાં થોડું પાણી નાખો. તેને સારી રીતે મિક્સ કરો. આ હેર પેકને વાળમાં 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 1થી 2 વખત તેનો ઉપયોગ કરી શકો છો.
મુલતાની માટી અને દહીંનું પેક – એક બાઉલમાં 2થી 3 ચમચી મુલતાની પાવડર લો. તેમાં 1થી 2 ચમચી સાદુ દહીં ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. આ હેર પેકને માથાની સાથે સાથે વાળમાં પણ લગાવો. આ હેર પેકને વાળ અને માથાની ચામડી પર 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. આનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2થી 3 વખત કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે આ જાણકારી માત્ર માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.