Site icon Revoi.in

વધારે પડતો હેન્સફ્રીનો ઉપયોગ કરવો તે બની શકે છે જોખમી

Social Share

મ્યુઝીક સાંભળવા માટે હેડફોન અને ઇયરફોનનો ઉપયોગ વધતો જાય છે. આજની નવી પેઢી સ્માર્ટફોનમાં સતત ઇયરફોન રાખીને મ્યુઝીક સાંભળે છે આથી કાનની શ્રવણશકિત નબળી પડતી જાય છે. બીજેએમ ગ્લોબલ હેલ્થ પત્રિકામાં પ્રકાશિત સ્ટડી અનુસાર હેડફોન અને ઇયર બર્ડસના વધારે પડતા ઉપયોગથી 1 અબજથી વધુ યુવાઓને બહેરાશ આવી જવાનો ખતરો ઉભો થયો છે.

આ સંશોધન કરતી ટીમમાં અમેરિકાના સાઉથ કેરોલાઇના મેડિકલ યુનિવર્સિટીના પ્રોફેસર સામેલ હતા.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર હાલમાં 43 કરોડ લોકો બહેરાશની ઓછી વત્તી સમસ્યા ધરાવે છે. સ્માર્ટફોન, હેડફોન અને ઇયરબર્ડ જેવા ઉપકરણોનો અતિ ઉપયોગ જોખમી સાબીત થઇ રહયો છે. માત્ર પોતાને જ સંભળાય અને બીજાને તકલીફ ના પડે તે માટે આવા ઉપકરણો સંગીત સાંભળવા માટે ઉપયોગી છે પરંતુ વોલ્યૂમ ફૂલ કરી રોમાંચ અનુભવા અતિ અવાજ સાંભળવો હાનિકારક છે તેનાથી કાનના પડદાને અણધાર્યુ નુકસાન થાય છે. કાન સાથે સંકળાયેલી ચેતાઓ ઉત્તેજીત રહેવાથી દુખાવો થાય છે.

આમ પણ વધતી જતી વસ્તી, વધતા જતા વાહનો અને ઔધોગિકરણના પગલે અવાજનું પ્રદૂષણ વધતું જતું હતું ત્યારે સ્માર્ટફોનના વધતા વપરાશથી પરીસ્થિતિ વધુ ગંભીર બની છે. એક સ્ટડી મુજબ પીએલડી વપરાશકર્તાઓ 105 ડેસિબલની તિવ્રતા ધરાવતો અવાજ સાંભળે છે જયારે મનોરંજન સ્થળો પર 104 થી 112 ડેસિબલ અવાજ હોય છે. યુવાઓ માટે 80 ડેસિબલ અને બાળકો 75 ડેસિબલ જેટલો અવાજ ખૂબજ નુકસાનકારક છે. આ સ્ટડીમાં 12 થી 35 વર્ષના 19046 લોકોએ ભાગ લીધો હતો.