Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ અતિક અહેમદની ઓફિસમાંથી લોહીના નિશાન અને ચાકુ મળ્યું

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદની ઓફિસમાં તપાસ દરમિયાન પોલીસને લોહીના ડાઘા અને ચાકુ મળી આવ્યા છે. આ સિવાય લોહીના ડાઘવાળા કપડાં પણ મળી આવ્યા છે. અતીકની ઓફિસમાંથી લોહીથી ખરડાયેલી બંગડીઓ પણ મળી આવી છે.

મળતી માહિતી મુજબ માફિયા અતીક અહેમદની પ્રયાગરાજના ચાકિયામાં ઓફિસ છે. આ ઓફિસ ખંડેર હાલતમાં છે. યુપી પોલીસની ટીમ સોમવારે અહીં તપાસ માટે પહોંચી હતી. અહીં લોહીના ડાઘા દેખાયા હતા. સીડી પર લોહીના તાજા ડાઘ મળી આવ્યાં હતા. પહેલા માળેથી પોલીસને એક મહિલાની સાડી અને કેટલાક અન્ડરગાર્મેન્ટ્સ મળી આવ્યા છે. અહીં મહિલાની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. આ પછી તેની લાશ બહાર ક્યાંક ફેંકી દેવામાં આવી હતી. તપાસ કરવા પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્પોટ ઉપર લોહી જેવા મળ્યું હતું. એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી.

ચકિયા કરબલામાં સ્થિત માફિયા અતીક અહેમદની આ ઓફિસને યોગી સરકારે બે વર્ષ પહેલા તોડી પાડી હતી. ઓફિસનો એક ભાગ બચી ગયો છે, જ્યારે અડધાથી વધુને PDA દ્વારા બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો હતો. સોમવારે ઓફિસમાં લોહીના ડાઘા જોવા મળ્યા હતા. આ સાથે લોહીના ડાઘાવાળી છરી પણ મળી આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ કરતાં બીજા માળે રસોડામાં રાખેલો સામાન પણ અવાવરુ હાલતમાં જોવા મળ્યો હતો. હીટર સહિત અન્ય સામાનને નુકસાન થયું હતું.

Exit mobile version