Site icon Revoi.in

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કોરોના પોઝિટિવ,ખુદ ટવિટ કરીને આપી માહિતી

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ જાણવા મળ્યા છે. આ વાતની માહિતી સીએમએ ખુદ ટવિટ કરીને આપી છે. આ પહેલા પૂર્વ સીએમ અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવી ચુક્યો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટવિટમાં કહ્યું કે,શરૂઆતી લક્ષણ દેખાતા મેં કોવિડની તપાસ કરાવી.અને મારી રિપોર્ટ પોઝિટિવ આવી. હું સેલ્ફ આઇસોલેશનમાં છું અને ચિકિત્સકોના પરામર્શનું સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. તમામ કાર્ય વર્ચુઅલી કરી રહ્યો છું

હાલમાં જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યાલયમાં ઘણા અધિકારીઓ કોરોના પોઝિટિવ જાણવા મળ્યા હતા. ત્યારબાદ તે ખુદ આઇસોલેટ થયા હતા,પરંતુ હવે ટેસ્ટ રિપોર્ટ આવ્યો છે,જેમાં તે પોઝિટિવ જાણવા મળ્યા છે.

ઉતરપ્રદેશમાં કોરોનાના ઝડપથી કેસો વધી રહ્યા છે.છેલ્લા દિવસોમાં યુપીમાં 18 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.તો બીજી તરફ લખનઉ-વારાણસી-પ્રયાગરાજ-કાનપુર જેવા મોટા મહાનગરોમાં તો હાલાત બેકાબૂ થઇ ગઈ છે. રાજધાની લખનઉમાં નથી હોસ્પિટલમાં બેડ મળી રહ્યા અને સ્મશાન ઘાટ પર પણ અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની લાંબી કતારો જોવા મળે છે.