Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ EVMને લઈને અખિલેશ યાદવે ઉભા કર્યા સવાલો

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સામે કારમી હારનો સામનો કરનાર સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષે EVM વિશે વાયરલ થયેલા ઓડિયો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ પાસે સંજ્ઞાન લઈને સુરક્ષા માંગી છે.

અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, “ઇવીએમ બદલવા વિશે થયેલી વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે.. સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિએ તેની નોંધ લેવી જોઈએ અને સરકારે તાત્કાલિક સંબંધિત વ્યક્તિને સંપૂર્ણ સુરક્ષા આપવી જોઈએ. અમારા માટે સરકાર બનાવવા કરતાં એક વ્યક્તિનું જીવન વધુ મહત્વનું છે. બે વ્યક્તિઓની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિક્ષક હોવાનો દાવો કરતી એક એક વ્યક્તિ કહે છે કે તે ચૂંટણીમાં ફરજ પર હતો અને તેણે જોયું કે ઈવીએમ બદલાઈ ગયા હતા. તેમાં દાવો કરાયો હતો કે, સપાની સરકાર નહીં આવે, ભાજપ જીતશે, કારણ કે ઈવીએમમાં ​​ફેરફાર કરવામાં આવ્યા છે. પોતાને સપા સમર્થક ગણાવતા તે કહે છે કે સ્ટ્રોંગ રૂમમાં પહોંચતા પહેલા ઈવીએમ બદલાઈ ગયા હતા. હિન્દુસ્તાન આ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.

સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ એક્ઝિટ પોલ જાહેર થતાની સાથે જ ઈવીએમ અને મતગણતરીમાં ગોટાળાનો આરોપ લગાવી રહ્યા છેસપાના ઘણા નેતાઓ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આરોપ લગાવ્યો છે કે ગડબડ કરીને સપાની હાર થઈ છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી છે, જ્યારે સપાને હારનો સામનો કરવો પડ્યો છે. બીજેપી ગઠબંધનને 273 બેઠકો મળી હતી જ્યારે સપા ગઠબંધનને 125 બેઠકો મળી હતી.