Site icon Revoi.in

ઉત્તર પ્રદેશ સરકારનો નિર્ણય – 11 એપ્રિલ સુઘી ઘોરણ 8 સુધીના તમામ વર્ગો બંઘ રખાશે

Social Share

દિલ્હી – દેશના કટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધવાને કારણે શાળાઓ શરુ કરીને ફરીથી બંધ કરવામાં આવી રહી છે, ત્યારે કોરોનાની બીજી લહેરથી વધી રહેલા કોરોનાના કેસોને જોતા ઉત્તરપ્રેદશની સરકારે 11 મી એપ્રિલ સુધી આઠમા ધોરણ સુધીના વર્ગોને બંઘ રાખવાના આદેશ આપ્યા છે, આ સમગ્ર મામલે શાળા શિક્ષણ નિયામક વિજય કિરણ આનંદે જણાવ્યું હતું કે ,રાજ્યમાં વધતું કોરોનાનું સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોમાં કોરોનાના સંક્રમણમાં ધરખમ વધારો થતો જાવા મળી રહ્યો છે જેને લઈને જે તે રાજ્યની સરકારોએ કજક પગલા લેવાની ફરજ પડી રહી છે. કોરોનાના વધતા જતા કેસોના કારણે અનેક રાજ્યોની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ બંધ થવા પામી છે.

જો કે આ તમામા શિક્ષણ સંસ્થાઓ કોરોનાનો વ્યાપ ઘટતા ખોલવામાં આવી હતી, ત્યારે ફરી બીજી લહેર તેજ બનતા બંધ કરવાની ફરજ પડી છે, આ સાથે જ મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ફેબ્રુઆરી મહિનામાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે ફરીથી બંધ કરવાની ફરજ પડી રહી છે. જ્યારે ઘણા રાજ્યોની શાળાઓમાં તો બોર્ડની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી હતી.

બીજી તરફ, દિલ્હી સરકારે તમામ સ્કૂલોને નવા આ સત્રમાં કોઈપણ વર્ગના વિદ્યાર્થીઓને આગળના ઓર્ડર સુધી ન આવવાના આદેશ જારી કર્યા છે. ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન દ્વારા ગુરુવારે એક નોટિસ જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, શૈક્ષણિક સત્ર 2021-22 માટે ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવશે, આદેશ અનુસાર શૈક્ષણિક સત્ર 2020-21 ના ​​9,10,11 અને 12 ના વર્ગના વિદ્યાર્થીઓ જ શાળામાં આવી શકશે. તે પણ જો તેમના માતાપિતાની મંજૂરી હશે તોજ આવી શકશે.

સાહિન-