Site icon Revoi.in

ઉત્તર પ્રદેશ સરકારનું એલાન – નોઈડા શૂટિંગ રેંજનું નામ શૂટર દાદી ચંદ્રો તોમરના નામ પર રાખવામાં આવશે

Social Share

 

લખનૌઃ- ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં જ એક મહત્વનું એલાન કર્યું છે, જે મુજબ જાણીતા શૂટર દાદી તરીકે પ્રખ્યાત ચંદ્રો તોમરના નામ પર નોઈડા શૂટિંગ રેન્જનું નામ રાખવાની ઘોષણા કરી છે. આ માટે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે,ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે,ચંદ્રો તોમર આ વર્ષના એપ્રિલ મહિનાની 30 તારીખએ કોરોનામાં મૃત્યુ પામ્યા છે. તેઓ ખૂબ જ મજબૂત ઈરાદા ધરાવતા હતા. ખૂબ મોટી ઉંમરે પણ શૂટિંગ જેવી રમતમાં પોતાનું નામ રોશન કર્યું છે. શૂટર દાદી ચંદ્રો તોમરની પ્રબળ ભાવનાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે અંતિમ શ્વાસ સુધી લોકોને મદદ કરવાનું ચાલુ રાખ્યું. તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા, તે કોરોના પોઝિટિવ અને અન્ય દર્દીઓની મદદ કરવામાં વ્યસ્ત જોવા મળતા હતા

રાષ્ટ્રીય કક્ષાએ 50 થી વધુ ચંદ્રકો જીતીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને સફળતા પ્રાપ્ત કરનાર જોહરી ગામના રહેવાસી આંતરરાષ્ટ્રીય વૃદ્ધા  શૂટર દાદી ચંદ્રો તોમર  ભાગ્યે જ કોઈ સપ્ર્ધામાં પરાજીત થયા હશે, મોટે ભાગે તેમણે જીત જ મળેવી છે, કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ તેઓ સતત ટ્વિટર પર એક્ટિવ રહીને લોકોની મદદ કરતા રહ્યા હતા, છેલ્લે સુધી તેમણે કોરોના સામે જંગ લડી જો કે છેવટે દરેક ષૂટરની રમતમાં જીતનારા દાદી કોરોના સામે ગંજ હારી ગયા.

Exit mobile version