Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ પેટાચૂંટણીઃ આઝમ ખાનના ગઢના કાંકરા ખર્યાં, અપના દળના ઉમેદવારની જીત

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણીમાં રામપુરની સ્વાર ટાંડા બેઠક ઉપરથી આઝામ ખાન પરિવારના સુપડા સાફ થઈ ગયા છે. આ બેઠક ઉપરથી અપના દળના શફીફ અન્સારીની જીત થઈ છે. ભાજપા સાથે ગઠબંધનથી અપના દળના શરીફ અંસારીએ સમાજવાદી પાર્ટીની અનુરાધા ચૌહાણને 9734 વોટથી પરાજય આપ્યો છે. શફીફ અન્સારીને 67434 મત મળ્યાં હતા, જ્યારે અનુરાધા ચૌહાણને 57710 વોટ મળ્યાં હતા.

આઝમ ખાને પોતાના દીકરીની બેઠક બચાવવા માટે પેટાચૂંટણીમાં હિન્દુ કાર્ડ ખેલ્યું હતું. સ્વારના મતદારોએ આઝમ પરિવારનો સાથ છોડીને અનુપ્રિયા પટેલની પાર્ટી અપના દળને જીતાડ્યું છે. અનુપ્રિયા પટેલ કેન્દ્રની મોદી સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી છે. ભાજપા સાથે ગઠબંધન બાદ સ્વાર બેઠક અપના દળના ફાળે આવી છે. આ બેઠક ઉપર અનુપ્રિયાએ શફીફ ઉપર દાવ લગાવીને આઝમ ખાનના કિલ્લાના કાંકરા ખેરવી નાખ્યાં છે.

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં સત્તા આવ્યા બાદ આઝમ ખાનની મુશ્કેલીઓ વધી હતી. તેમના જેલ અને અદાલતના ચક્કર વધ્યાં હતા. તેમજ વિધાનસભાની પરંપરાગત બેઠક પણ ગુનાવ્યું છે. હેટ સ્પીચ મામલે કોર્ટે આઝમ ખાનને 3 વર્ષની સજા ફરમાવી હતી. જેથી તેમનું ધારાસભ્ય પદ પણ રદ થયું હતું. જે બાદ રામપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં તેઓ પોતાના ઉમેદવારને જીતાડી શક્યા નથી. રામપુરમાં ભાજપના આકાશ સક્સેનાનો 34 હજાર વોટથી વિજય થયો છે.

આઝમ ખાન છેલ્લા 45 વર્ષથી રામપુર બેઠક ઉપરથી ચૂંટણી લડતા આવ્યાં છે અને 10 વખત ધારાસભ્ય રહી ચુક્યાં છે. એટલું જ નહીં તેમની પત્ની તંજીન ફાતિમા પણ પેટાચૂંટણીમાં જીત્યાં હતા. રામપુર પેટાચૂંટણીમાં આઝમ ખાન ખુદ ચૂંટણી લડ્યાં ન હતા. તેમજ પોતાના ઉત્તરાધિકારી તરીકે આસિમ રઝાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતા. રામપુર લોકસભા ચૂંટણીમાં આસિમ રઝાએ જૂનમાં ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.