Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનો આજે છેલ્લો દિવસ- 9 જીલ્લાની 54 બેઠકો માટે અંતિમ 7માં તબક્કાનું મતદાન શરુ

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશ ચૂંટણી 2022 નું આજે 7માં અને અંતિમ તબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે. આજે ઉત્તર પ્રદેશની ચૂંટણી લડાઈનો છેલ્લો તબક્કો છે. આ તબક્કામાં 9 જિલ્લાની 54 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. 

આ બેઠકોમાં નક્સલ પ્રભાવિત વિસ્તારો ચંદૌલીની ચકિયા વિધાનસભા, સોનભદ્રની રાબર્ટ્સગંજ અને  દુદધી વિધાનસભામાં આજે વહેલી  સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી જ મતદાન કરશે. બાકીની 51 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન  કરવામાં આવશે

.વારાણસી ઉત્તર વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રવિન્દ્ર જયસ્વાલ વહેલી સવારે વોટિંગ માટે પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે તેમની પાર્ટી ભાજપ 350થી વધુ બેઠકો જીતશે અને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. તેવો દાવો કર્યો હતો.

ઉત્તરપ્રદેશમાં આજે 7મા તબક્કાનાનમતદાનમાં લોકો મત આપવા ઉત્સાહીત જોવા મળ્યા છે.અહીંના મોટાભાગના બૂથમાં મતદાનના નિર્ધારિત સમય પહેલા જ ભારે ચહલપહલ જોવા મળી હતી જે પરથી અંદાજો લવાગી શકાય છે લોકો મતદાન કરવા માટે ઘણા ઉત્સુક છે.