1. Home
  2. Tag "UP ELECTION 2022"

ભાજપનો ભ્રમ અને કપટ દૂર થઈ જશેઃ ઉત્તરપ્રદેશમાં પરાજય બાદ અખિલેશ યાદવે અંતે મૌન તોડ્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થયું હતું. જેમાં ઉત્તરપ્રદેશમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે સમાજવાદી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે, જો કે, 2017ની સરખામણીમાં સમાજવાદી પાર્ટીની બેઠકોમાં વધારો થયો છે. પરિણામ જાહેર થયાના કલાકો બાદ આખરે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સુપ્રીમો અખિલેશ યાદવે મૌન તોડ્યું છે. તેમજ કહ્યું છે કે, […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ મતગણતરી કેન્દ્રો ઉપર સમાજવાદી પાર્ટી બે-બે વકીલો પણ તૈનાત રાખશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું તા. 10મી માર્ચના રોજ પરિણામ જાહેર થશે. મતગણતરીને લઈને સમાજવાદી પાર્ટી સક્રિય થઈ છે. પાર્ટીએ મતગણતરી કેન્દ્રો ઉપર કાનૂની સલાહ માટે 2-2 વકીલ સાથે રાખવાનો નિર્ણય લીધો છે. સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલએ તમામ જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોને નિર્દેશ કર્યાં છે. પાર્ટીના મતે મતગણતરી દરમિયાન કોઈ પણ કાનૂની સલાહ માટે […]

ઉત્તરપ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્નઃ 10મી માર્ચે મતગણતરી

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આજે અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. નવ જિલ્લાની 54 બેઠકો ઉપર મતદાન માટે સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યારે સાંજના 5 કલાક સુધીમાં લગભગ 54.18 ટકા જેટલું મતદાન થયું હતું. આજે ઉત્તરપ્રદેશમાં મતદાન પૂર્ણ થતા રાજકીય પક્ષોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગામી 10મી […]

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનો આજે છેલ્લો દિવસ- 9 જીલ્લાની 54 બેઠકો માટે અંતિમ 7માં તબક્કાનું મતદાન શરુ

યુપીમાં આજે છેલ્લા તબક્કાનું મતદાન 9 જીલ્લાની 54 બેઠકો પર આજે મતદાન લખનૌઃ ઉત્તરપ્રદેશ ચૂંટણી 2022 નું આજે 7માં અને અંતિમ તબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે. આજે ઉત્તર પ્રદેશની ચૂંટણી લડાઈનો છેલ્લો તબક્કો છે. આ તબક્કામાં 9 જિલ્લાની 54 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે.  આ બેઠકોમાં નક્સલ પ્રભાવિત વિસ્તારો ચંદૌલીની ચકિયા વિધાનસભા, […]

ઉત્તરપ્રદેશમાં છઠ્ઠા તબક્કાના મતદાનનો આરંભ – સીએમ યોગી એ મત આપીને જનતાને પણ મતદાન કરવાની અપીલ કરી

ઉત્તરપ્રદેશમાં છઠ્ઠા તબક્કાના મતદાનનો આરંભ સીએમ યોગી  જનતાને મતદાન કરવાની અપીલ કરી યુપીમાં આજે 6ઠ્ઠા તબક્કાનું મતદાન શરુ લખનૌઃ- આજ રોજ ઉત્તરપ્રદેશમાં છઠ્ઠા ચબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે.યુપીની ચૂંટણી યાત્રાનો આ હવે અંતિમ તબક્કો છે. આજની રાજકીય લડાઈમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુના ભાવિનો પણ નિર્ણય થવાનો છે.ગોરખપુર-બસ્તી […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ભાજપના ઉમેદવારએ સ્ટેજ ઉપર ઉભા થઈને કાન પકડી માફી માગી

નવી દિલ્હીઃ સોનભદ્રમાં વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કામાં 7 માર્ચે મતદાન થવાનું છે. જેના માટે તમામ નેતાઓ પોતપોતાની શૈલીમાં પ્રચાર કરી જનતાને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ અહીં રોબર્ટસગંજ બેઠક પરથી બીજેપી ધારાસભ્ય અને ઉમેદવાર ભૂપેશ ચૌબેની અલગ જ સ્ટાઇલ જોવા મળી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂપેશ ચૌબેએ ખુરશી પર ઊભા રહીને કાન પકડી લીધા […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખિલેશ યાદવ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના બારાબંકીમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ભાજપ ગરીબોની સાથે છે અને ફરી એકવાર પાર્ટી સરકાર બનાવશે. ભાજપ સરકારએ કોરોના કાળમાં કરોડો ગરીબોને રાશન આપ્યું, કરોડો લોકોને કોરોનાની વેક્સિન ફ્રીમાં આપીને […]

દરેક ભારતીયનો ધ્યેય માત્ર વિકસિત અને સમુદ્ધ ભારતઃ પીએમ મોદી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં બહરાઈચમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેનના સંઘર્ષની તરફ ઈશારો કર્યો હતો. તેમણે સભામાં કહ્યું હતું કે, તમે જોઈ શકતા હશો કે દુનિયામાં હાલ કેવી પરિસ્થિતિઓ ઉભી થઈ છે. આવામાં ભારતનું તાકાતવર થવું ખુબ જરૂરી છે. આપનો એક-એક મત ભારતને તાકાતવર બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે, સ્કૂલમાં જો માસ્ટર મજબુત હોવો […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ કોંગ્રેસના અધ્યક્ષતા સોનિયા ગાંધીએ પણ પ્રચારમાં ઝંપલાવ્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અત્યાર સુધી ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. કુલ આઠ તબક્કામાં મતદાન યોજાવાનું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની ચૂંટણી પ્રચારની જવાબદારી પ્રિયંકા ગાંધી સંભાળી રહ્યાં છે. તેમજ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં વિશાળ રેલીઓ અને સભાઓ […]

યુપીમાં ગૃહમંત્રી અમિતશાહે ભરી હૂંકાર – કહ્યું ‘10 તારીખે બીજેપી સરકાર બનાવીશું, 18 ના રોજ મફ્તમાં સિલિન્ડર આપીશું’

ગૃહમંત્રી શાહે વિપક્ષ પાર્ટી પર કર્યો શઆબ્દીક વાર કહ્યું યુપીમાં બનાવીશું બીજેપી સરકાર અને મફ્તમાં સિલિન્ડર આપીશું   લખનૌઃ- તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે ત્યારે બીજેપી પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો શરૂ કરતા કહ્યું કે પહેલા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code