Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ ગંદા તળાવની કાયાપલટ કરીને દેશનું પ્રથમ “અમૃત સરોવર”નું નિર્માણ કરાયું

Social Share

નવી દિલ્હીઃ દેશના પ્રથમ “અમૃત સરોવર”નું ઉદ્ઘાટન 13 મે, 2022ના રોજ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને ઉત્તર પ્રદેશના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ દ્વારા પટવાઈ, રામપુર (ઉત્તરપ્રદેશ) ખાતે કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી નકવીએ ​​નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, આ ભવ્ય અમૃત સરોવરને ખૂબ જ ઓછા સમયમાં શરૂ કરવામાં સામાન્ય લોકો, ગ્રામજનોની ભાગીદારી અને સહકાર અને ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટીતંત્રની તત્પરતાએ મહત્વની ભૂમિકા ભજવી છે. પટવાઈનું આ “અમૃત સરોવર” માત્ર પર્યાવરણની જાળવણી અને પાણી બચાવવામાં મદદ કરશે એટલું જ નહીં, તે નજીકના વિસ્તારોના લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ “અમૃત સરોવર” માં મનોરંજનની વિવિધ સુવિધાઓ સાથે બોટિંગ પણ ઉપલબ્ધ છે. ગયા મહિને “મન કી બાત” કાર્યક્રમમાં વડાપ્રધાનએ રામપુરના પટવાઈમાં આ “અમૃત સરોવર” વિશે ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત” માં કહ્યું હતું કે, “મને એ જાણવું ગમે છે કે અમૃત સરોવરનો સંકલ્પ લીધા પછી, તેના પર ઘણી જગ્યાએ ઝડપી ગતિએ કામ શરૂ થયું છે. મને યુપીના રામપુરની ગ્રામ પંચાયત પટવાઈ વિશે જાણવા મળ્યું છે. ગ્રામસભાની જમીન પર તળાવ હતું, પરંતુ તે ગંદકીથી ભરેલું હતું અને કચરાના ઢગલા હતા. ઘણી મહેનતથી, સ્થાનિક લોકોના સહકારથી, સ્થાનિક શાળાના બાળકોની મદદથી, છેલ્લા કેટલાક અઠવાડિયામાં તે ગંદા તળાવની કાયાપલટ કરવામાં આવી છે. હવે તે તળાવના કિનારે રિટેનિંગ વોલ, બાઉન્ડ્રી વોલ, ફૂડ કોર્ટ, ફુવારા અને લાઇટિંગ જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.”