Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ તબીબી ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનવાની દિશામાં – પીએમ મોદી જુલાઈમાં રાજ્યની 9 મેડિકલ કોલેજનું કરશે લોકાર્પણ

Social Share

 

લખનૌઃ- ઉત્તરપ્રદેશ સ્વાસ્થ્ય તબીબી ક્ષેત્રના માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ખૂબ કાર્ય કરી રહ્યું છે, યોગી સરકાર અવનવા પ્રયાસો થકી અનેક કાર્યો પાર પાડી રહી છે, ત્યારે હવે દરેક  સ્તરે સ્વાસ્થ્ય સેવાઓને વધારવાના પ્રયત્નોમાં ગતિ જોવા મળી રહી છે, યૂપી સરકાર જુલાઈ મહિનામાં નવ મેડિકલ કોલેજોનું પ્રદાન રાજ્યને કરવા જઈ રહી છે, એક સાથે નવ મેડિકલ કોલેજનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. યૂપીમાં નવનિર્મિત આ 9 મેડિકલ કોલેજ દેવરિયા,એટા,ફેતેહપુર, ગાઝિપુર જૌનપુર,પ્રતાપગઢ, મિર્ઝાપુર સિદ્ધાર્થનગરમાં નિર્માણ પામી છે.

સીએમ યોગીના જણાવ્યા પ્રમાણે રાજ્યના  દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ હોવી જોઈએ. આ માટે સરકારે ઝડપી પગલા લીધા છે. રાજ્યની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં 2017 પહેલા માત્ર 12 મેડિકલ કોલેજ જોવા મળતી હતી. યોગી સરકારે જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 48 થઈ ચૂકી છે. રાજ્યમાં વધુ 13 મેડિકલ કોલેજોનું નિર્માણ કાર્ય ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. નવી મેડિકલ કોલેજોમાં પણ સરકારે 70 ટકા ફેકલ્ટીની પસંદગી કરી છે

ત્યારે હવે આ મહિનામાં જુલાઈમાં રાજ્યમાં નવ નવી મેડિકલ કોલેજો શરૂ થયા બાદ રાજ્યના લોકોને તબીબી સુવિધાઓ મેળવવામાં વધુ સરળતા રહેશે, આ કોલેજોમાં 450 થી વધુ ફેકલ્ટી સભ્યોની નિમણૂકની પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ફેકલ્ટીમાં પસંદગી પ્રક્રિયા નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે કરવા સૂચના આપી છે. સારા શિક્ષકોને યોગ્યતાના આધારે પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ, ઉત્તર પ્રદેશ આરોગ્ય સુવિધાઓમાં સતત આત્મનિર્ભર બની રહ્યું છે. રાજ્યમાં આરોગ્ય સુવિધાઓમાં સુધારણા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. આરોગ્ય માળખાકીય સુવિધાઓ પણ વધી રહી છે.

Exit mobile version