Site icon Revoi.in

કોરોનાને લઈને ઉત્તરાખંડ સરકાર બની સતર્ક- યુપી અને દિલ્હીથી આવતા યાત્રીઓની થશે કોરોનાની તપાસ

Social Share

દેહરાદૂન- દેશભરમાં કોરોનાના કેસ નિયંત્રપણમાં છે જો કે કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યા કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે જેમા ખાસ કરીને દેશનમી રાજધાની દિલ્હીનો સમાવેશ થાય છે.ત્યારે હવે વધતા કોરોનાના જોખમને ધ્યાનમાંરાખઈને ઉત્તરાખંડની સરકાર સતર્ક બની છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે કોરોનાના ચોથી લહેરના ડરને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકાર ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનો કોવિડ ટેસ્ટ કરાવવા જઈ રહી છે. ટેસ્ટિંગ ક્ષમતામાં બે ગણો વધારો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાપમાનમાં વધારો થતાં, દિલ્હી અને યુપી સહિત પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉત્તરાખંડ તરફ વળે છે.

જો બહારના રાજ્યના પ્રવાસીઓ અહી મુલાકાતે આવે છે તો આવી સ્થિતિમાં ઉત્તરાખંડમાં કોરોના કેસ વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. સરકાર સરહદ પર જ પ્રપ્રવાસીઓની કોવિડ તપાસ શરૂ કરી શકે છે. આવતા મહિને 3 મેથી ચારધામ યાત્રા પણ શરૂ થવા જઈ રહી હોવાથી કોવિડ સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી રહ્યો છે.

સીએમ ધામીના જણાવ્યા પ્રમાણે અધિકારીઓને કોરોનાના સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. હવેથી મેનપાવરની કમી ન રહે તેનું પણ ધ્યાન રાખવું પડશે. તેમણે 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોને રસીકરણની ગતિ ઝડપી બનાવવા અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ જણાવ્યું હતું.

ઉત્તરાખંડમાં ચારધામ સિવાય બહારથી આવનાર તમામ લોકોને ટેસ્ટિંગ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને તે તમામના ટેસ્ટ પણ કરવામાં આવશે. જોકે, ઉત્તરાખંડમાં કોઈ ચિંતાજનક સ્થિતિ નથી, સાવચેતીને લઈને આગવી પગલા લેવાઈ રહ્યા છે જેથી કોરોનાને અટકાવી શકાય,કારણ કે હાલ અહી 83 જેટલા જ કોરોનાના કેસો જોવા મળે છે.જો કે સરકાર પહેલાથી જ સકર્ત બની રહી છે.