Site icon Revoi.in

ઉત્તરાખંડ સરકાર વિદ્યાર્થીઓનો બોજ કરશે હળવો, ‘ભાર વિનાના ભણતર’ પર અપાશે ભાર – મહિનામાં એક દિવસ બેગ ફ્રિ દિવસ રખાશે

Social Share

દહેરાદૂનઃ- ભાર વિનાનું ભણતર,,,જો કે આજકાલ બાળકો ભાર સાથે ભણતર કરી રહ્યા છએ,તેઓની સ્કુલ બેગમાં ચોપડાઓ અને નોટનું વજન ખૂબ હોય છે જેથી તેઓના ખંભા પર બેગનો ભાર હોય છે જો કે હવે બાળકોને એક દિવસ ખરેખરમાં ભાર વિનાનું ભણતર આપવા માટે ઉત્તરાખંડની સરકાર એક્શનમાં આવી છે.

ઉત્તરાખંડ ડિરેક્ટોરેટ ઑફ એકેડેમિક રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ અને SCERT દ્વારા બુધવારે દેહરાદૂનમાં NEP-2020ના અમલીકરણ અને શૈક્ષણિક ગુણવત્તા વધારવા પર બે દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી ડો.રાવતે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં શાળાના બાળકોના બેગનું ભારણ તેમના વજન કરતા વધુ વધી ગયું છે.

ઉત્તરાખંડમાં હવે બાળકોને એક દિવસ બેગ ફ્રી થઈને શાળાએ બોલાવવામાં આવશે,રાજ્યના શિક્ષણ પ્રધાન ડૉ. ધન સિંહ રાવતે જણાવ્યું હતું કે શાળાઓમાં બાળકોની ભારે સ્કૂલ બેગનો ભાર ઓછો કરવા માટે રાજ્યમાં કાર્યરત તમામ શિક્ષણ બોર્ડ સાથે પરામર્શ કરીને માર્ગ શોધવામાં આવશે. તેનાથી બાળકોના બેગનો બોજ ઓછો કરી શકાશે.

આ સાથે જ આ સાથે શાળાના બાળકોનો તણાવ ઓછો કરવા માટે મહિનામાં એક દિવસ બેગ ફ્રી ડે તરીકે નક્કી કરીને શાળાઓમાં અન્ય પ્રવૃત્તિઓ કરી શકાય છે. શિક્ષણ મંત્રીએ શાળાના બાળકોને સરઘસ-પ્રદર્શન અને વિભાગ સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ ન કરવા સૂચના પણ આપી હતી.