Site icon Revoi.in

ઉત્તરાખંડમાં વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા -40 લોકોના મોત અને 6થી વધુ લોકો ગૂમ

Social Share

 

દહેરાદૂનઃ- તાજેતરમાં ઉત્તરાખંડ અને કેરળમાં વરસાદનો કહેર યથાવત જોવા મળ્યો છે, વરસાદ અને પુરની સ્થિતિ સર્જાતા અનેક લોકોને હાલાકિ ભોગવવાનો વારો આવ્યો છે, દેશની દેવભૂમિ ઉત્તરાખંડમાં ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલનમાં 40 લોકોના મોત નિપજ્યા છે.

મળતી માહિતી મુજબ નૈનીતાલ જિલ્લામાં જ વરસાદના કહેરથી જૂદી જીદી ઘટનાઓમાં 25 લોકોના મોત થયા છે. મૃતકોમાં 14 ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂરોનો સમાવેશ થાય છે. નૈનીતાલ જિલ્લાના રામગઢ બ્લોકમાં 9 મજૂરોને ઘરમાં દટાયા હતા. જ્યારે, ઝુટિયા ગામમાં જ, એક મકાન ઘરાશયી થતા કાટમાળ નીચે દટાયા બાદ દંપતીનું મૃત્યુ થયું હતું,આ દંપતીનો પિત્ર હાલ ગૂમ છે. દોશાપાનીમાં 5 મજૂરો દિવાલ નીચે દટાયા બાદ મૃત્યુ પામ્યા હતા.

વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે સીએમ પુષ્કર સિંહ ધામીએ દિવસભર મોરચો સંભાળ્યો હતો. મુખ્યમંત્રીએ આ કુદરતી આપત્તિને કારણે જીવ ગુમાવનારા લોકોના આશ્રિતોને 4-4 લાખ રૂપિયાની સહાયની પણ ઘોષણા કરી છે. મંગળવારે સવારે, તેમણે સચિવાલયમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું અને આપત્તિની સ્થિતિ વિશે પૂછપરછ કરી.

આ વરસાદના કારણે નૈનીતાલ જિલ્લામાં જ 25 લોકોના મોત થયા છે. મૃતકોમાં 14 ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂરો છે. એટલું જ નહીં, નૈનીતાલ જવાના તમામ રસ્તા વરસાદ અને ભૂસ્ખલનને કારણે હાલ અવરોધીત બન્યા છે.રાજ્યમાં માત્ર 24 કલાકમાં 200 મીમી વરસાદ નોંધાયો છે..