- દિલ્હીમાં વેક્સિનની અછત થઈ દૂર
- 4 લાખ ડોઝ દિલ્હીને આપવામાં આવ્યા
દિલ્હીઃ- સમગ્ર દેશમાં રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે હવે અનેર રાજ્યો તરફથી વેક્સિનને લઈને અછત સર્જાવા બાબતે સવાલો ઉત્પન્ન થઈ રહ્યા હતા, જો કે હવે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વેક્સિનની અછત દૂર થઈ છે. વિતેલા દિવસને બુધવારના રોજ દિલ્હીને કોવિશિલ્ડના ચાર લાખ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેથી હવે દિલ્હી પાસે ત્રણ દિવસથી વધુનો વેક્સિનનો સ્ટોક જોવા મળે છે.
જો દિલ્હીમાં રસીકરણની વાત કરીએ તો વિતેલા દિવસને બુધવારે, દિલ્હીમાં 1.45 લાખ લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે દિલ્હીમાં કોવિડ રસી મેળવનારા લોકોની સંખ્યા 78 લાખ 91 હજારને પાર પહોંચી છે.
આ બાબતે આપના ધારાસભ્ય આતિશીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં રસીકરણની ગતિ ઝડપી બની છે. હવે દરરોજ 1 લાખ 50 હજારથી લઈને 2 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. જો નિયમિત રીતે રસી મળતી રહેશે , તો તેમાં વેગ આવશે. યુવાનોને ઝડપથી રસી લગાવી રહ્યા છે. દરરોજ 75 ટકાથી વધુ યુવાનોને રસી અપાય છે તેઓ પોતાને અને તેમના પરિવારોને સાથે લાવીને કોવિડ રસી લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં દિલ્હી પાસે 7 લાખ 65 હજાર ડોઝ ઉપલબ્ધ છે જે ત્રણ દિવસથી વધુ ચાલશે. તેમની પાસે 1 લાખ 42 હજાર કોવેક્સીન છે જ્યારે 6.22 લાખ કોવિશિલ્ડ ડોઝ છે.
કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને જુલાઈમાં 17 લાખ ડોઝ આપવા જણાવ્યું છે. પરંતુ લોકો રસી લેવા માટે જે રીતે ઝડપથી આવી રહ્યા છે તે મુજબ આ સંખ્યા ઓછી પડી રહી છે. દિલ્હી સરકારે જુલાઈમાં કેન્દ્ર પાસે કોવિડ રસીના 45 લાખ ડોઝ માંગ્યા છે. આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન કહે છે કે અમને જેટલી વધુ રસીઓ મળશે તે પ્રમાણે રોજ રસી લેનારા લોકોની સંખ્યામાં વધારો કરીશું.