Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં કોરોનાની લહેર રોકવા તડામાર તૈયારીઓ, હવે રાજકોટમાં પણ દોઢ લાખ વિદ્યાર્થીને અપાશે વેક્સિન

Social Share

રાજકોટ: સોમવારથી 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે રાજકોટમાં કુલ 1 લાખ 51 હજાર 662 વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. જિલ્લામાં કુલ 75055 વિદ્યાર્થીઓને અને શહેરમાં 76607 વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જે માટે આરોગ્ય વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સંકલન કરી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

રાજકોટમાં જિલ્લા અને શહેરમાં આરોગ્ય વિભાગની ટીમ શાળાએ જઈ કિશોરોને કોરોનાની વેક્સિન આપશે. સોમવારથી આરોગ્ય વિભાગ દ્વારા કિશોરોને કોરોનાની વેક્સિન માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. સાથે જ વેક્સિન આપ્યા પહેલા શાળા વાલીઓ પાસેથી વેક્સિન અંગેના સહમતિપત્ર પણ ભરાવશે. વાલીઓની સહમતી હશે તો જ કિશોરોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસની જે પહેલી બે લહેર આવી હતી તેમાં બાળકોના ભણતરને ભારે નુક્સાન થયું હતુ. કેટલાક વિદ્યાર્થી એવા પણ હતા કે જેમની પાસે કોઈ ભણવા માટે સ્ત્રોત પણ હતો નહી. આ વખતે એવું ના થાય તે માટે સરકાર દ્વારા આગામી પગલા લેવામાં આવી રહ્યા છે.

Exit mobile version