Site icon Revoi.in

 કોરોનાગ્રસ્ત થયા હોય તો ત્રણ મહિના પછી જ અપાશે વેક્સિન – કેન્દ્રએ રાજ્યોને લખેલા પત્રમાં આપ્યો આદેશ

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી છે ત્યારે કોરોનાના દર્દીઓ માટેની દવાથી લઈને નિયમોમાં કેન્દ્ર દ્રારા ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેમ કે હવે ક્વોરોન્ટાઈનનો સમય ગાળો 14 થી 7 દિવસ કરાયો છે ,દવાઓની માત્રમાં ફેરફાર કરાયો છે તો સાથે જ કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓને ક્યારે કોરોના વેક્સિન આપવી એ મામલે પણ કેન્દ્ર એ તમામ રાજ્યોને પત્ર લખ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાયમે વિતેલા દિવસને શુક્રવારે કેન્દ્ર સરકારે કોરોના વેક્સીનને લઈને નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થયા પછીના ત્રણ મહિના બાદજ કોરોના માટેની રસી લઈ શકશે આ નિયમ કોરોના રસીના પ્રથમ-બીજા અને સાવચેતીના ડોઝ પર પણ લાગુ થશે.

આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલેપત્રમાં લખ્યું છે કે જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે છે, તો રિપોર્ટ નેગેટિવ આવે તેના ત્રણ મહિના પછી જ તેઓને કોરોના રસી આપવી જોઈએ. આ નિયમ સાવચેતીના ડોઝ પર પણ લાગુ થશે.કેન્દ્રએ તેના પત્રમાં કહ્યું છે કે વૈજ્ઞાનિક તારણોના આધારે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે