Site icon Revoi.in

આજથી તમામ રાજ્યોની ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનનો ડોઝ આપવાની શરુઆત

Social Share

દિલ્હી – સમગ્ર દેશભરમાં કોરોના મહામારીના કારણે વેક્સિનેશનમાં વેગ લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે, ત્યારે આ મામલે હવે સરકારી હોસ્પિટલોની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ વેક્સિન આપવાની કવાયત આજથી હાથ ધરવામાં આવી છે, ત્યારે સામાન્ય જનતા પણ હવે વેક્સિન લઈ શકશે.

1લી માર્ચ એટલે કે આજથી હવે સામાન્ય લોકો માટે પણ વેક્સિન લેવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જેમાં 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવશે. સાથે જ જે લોકોની ઉમર 45 જેટલી છે અને તેઓ એનક બીમારીથી પીડિત છે તો તે લોકોને પણ વેક્સિન બાબતે અગ્રતા આપવામાં આવી છે. આવા લોકો પણ આજથી વેક્સિન લઈ શકશે

તો બીજી તરફ આજે પીએમ મોદીએ વિરોધપક્ષ કે જેણે વેક્સિનને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા તેની બોલતી બંધ કરી છે, પીએમ મોદીએ દિલ્હી સ્થિતિ એઈમ્સની હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનનો ડોઝ લીધો હતો.

આજથી સમગ્ર દેશમાં વેક્સિનેશનનો ત્રીજા તબક્કાનો આરંભ થઈ ચૂક્યો છે, જેમાં સમગ્ર દેશમાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિ અને 45 વર્ષથી ઉપરની અને અન્ય બિમારી હોય તેવા લોકોને કોરોના સામે રક્ષણ આપવા વેક્સિન અપાશે.

સાહિન-