1. Home
  2. Tag "private hospital"

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓમાં 6 ટકા વધારો

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના કેસનો રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ અમદાવાદમાં છે. ત્યારે હવે શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે  57 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયાં છે. એમાં હોસ્પિટલમાં કુલ 234 દર્દી અને 20 દર્દી કોવિડ સેન્ટરમાં દાખલ છે, જેમાં સાત દર્દી વેન્ટિલેટર પર છે. હવે દર […]

અમદાવાદની ઘણી ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવારના નાણા મ્યુનિએ હજુ ચુકવ્યા નથી

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના કપરા કાળમાં શહેરીજનોએ અનેક યાતનાઓ વેઠવી પડી હતી. કોરોનાના દર્દીઓ એટલાબધા વધી ગયા હતા કે, મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તમામ દર્દીઓને સારવાર આપી શકાય તેમ નહીં હોવાથી મ્યુનિએ ખાનગી હોસ્પિટલોના બેડ રિકવાયર કર્યા હતા. કોરોનાનો કપરા કાળ તો સમાપ્ત થઈ ગયો પણ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હજુ  57 જેટલી ખાનગી હોસ્પિટલોના બિલો પેન્ડિંગ રાખવામાં  […]

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા સિવિલમાં 50 ટકા અને ખાનગી હોસ્પિટલમાં 55 ટકા બેડ ખાલી પડ્યાં

અમદાવાદઃ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યા બાદ હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તેથી ડૉક્ટરો તથા પેરા મેડિકલ સ્ટાફે હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાના દર્દીઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે શહેરમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 55 ટકા બેડ ખાલી થયાં છે. રાજ્યમાં કોરોનાએ કાલો કહેર વર્તાવ્યો હતો. જેમાં સૌથી વધુ […]

અમદાવાદની ખાનગી હોસ્પિટલને મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટેના ઇન્જેક્શનનો LG હોસ્પિટલથી અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે બીજીબાજુ મ્યુકરમાઇકોસિસ નામનો રોગ લોકોમાં હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર દ્વારા પણ આ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સરકારે અમદાવાદમાં SVP હોસ્પિટલમાં ઈન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે સવારથી જ દર્દીનાં સ્વજનો ઈન્જેક્શન લેવા માટે SVP હોસ્પિટલ પાસે લાઈનો લગાવીને ઊભાં હતા, અને […]

આજથી તમામ રાજ્યોની ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનનો ડોઝ આપવાની શરુઆત

રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનનો ડોઝ અપાશે 60થી વધુ વયના લોકો લેશે વેક્સિન 45 વયના બિમારી ધરાવતા લોકોને પણ વેક્સિન અપાશે દિલ્હી – સમગ્ર દેશભરમાં કોરોના મહામારીના કારણે વેક્સિનેશનમાં વેગ લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે, ત્યારે આ મામલે હવે સરકારી હોસ્પિટલોની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ વેક્સિન આપવાની કવાયત આજથી હાથ ધરવામાં આવી છે, ત્યારે […]

ખાનગી હોસ્પિટલમાં રૂ. 250માં કોરોના વેક્સિન અપાશે, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાને ડામવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આગામી તા. 1લી માર્ચથી 60 વર્ષથી વધારે ઉંમરના લોકો અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. સરકાર દ્વારા કોરોનાના આ રસીકરણ માટે સરકારી […]

કોરોનાનું સંક્રમણ ઘટ્યું : અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં 94 ટકા બેડ ખાલી

અમદવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ રિકવરી રેટ પણમાં વધારો થયો છે. અમદાવાદમાં કોવિડની ખાનગી હોસ્પિટલમાં લગભગ 94 ટકા બેડ ખાલી છે. હાલ ખાનગી હોસ્પિટલમાં 188 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડના 22 જેટલા વોર્ડ બંધ કરવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાનું […]

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીની સારવારના ચાર્જમાં કરાયો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોના પીડિત દર્દીઓની સારવારના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં આવતીકાલથી નવા દર લાગુ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર મનપા અને પ્રાઈવેટ એમ બંને બેડ ધરાવતી હોસ્પિટલોમાં આઈસીયુ સાથે વેન્ટિલેટરના રૂ. 19,600 રૂપિયા ચાર્જ […]

અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો, ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 40 ટકા બેડ ખાલી

અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું. જો કે, હવે સંક્રમણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં પહેલાની સરખામણીમાં નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ હાલમાં 40 ટકા બેડ ખાલી હોવાનું જાણવા મળે છે. દિવાળી બાદ વધેલા કેસોની સરખામણીમાં હાલ 30 ટકા દર્દીઓ ઘટ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code