Site icon Revoi.in

‘જય માતા દી’ના જયઘોષથી ગૂંજ્યું માં વૈષ્ણો દેવીનું ભવન,આ વર્ષે 5 મહિનામાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા

Social Share

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરની ત્રિકુટા પહાડીઓમાં સ્થિત  માતા વૈષ્ણો દેવી ગુફામાં આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 38 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે ઉનાળાના વેકેશનને કારણે કટરા શહેરમાં ભારે ભીડ છે અને તીર્થયાત્રીઓ ગુફા મંદિરમાં પૂજા કરવા માટે ભવન તરફ રવાના થઈ રહ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ વર્ષે અત્યાર સુધીમાં પ્રથમ પાંચ મહિનામાં 38.47 લાખ (38,47,584) યાત્રાળુઓએ ગુફા મંદિરની મુલાકાત લીધી છે.” તેમણે કહ્યું કે, 2022 ની આ અવધિની તુલનામાં આ આંકડો વધુ છે,જેમાં 34,67,222 યાત્રાળુઓએ ગુફા મંદિરની મુલાકાત લીધી હતી. વિગતો શેર કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં 5,24,189 તીર્થયાત્રીઓએ મંદિરની મુલાકાત લીધી હતી, ફેબ્રુઆરીમાં 4,14,432, માર્ચમાં 8,94,650, એપ્રિલમાં 10,18,540 અને મે મહિનામાં 9,95,773 શ્રદ્ધાળુઓ મંદિર પહોંચ્યા હતા.

લગભગ 35,000 થી 40,000 શ્રદ્ધાળુઓ ‘જય માતા દી’ ના નારા વચ્ચે દરરોજ કટરા પહોંચી રહ્યા છે. શ્રી માતા વૈષ્ણોદેવી ગુફા શ્રાઈન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે એ જ રીતે દર વર્ષે શ્રી માતા વૈષ્ણોદેવી ગુફા તીર્થસ્થાન પર શ્રદ્ધાળુઓનો ભારે ધસારો આવે છે, જેના માટે સમયાંતરે તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવે છે અને તેને સુધારવામાં આવે છે.