Site icon Revoi.in

વારાણસી એસસીઓએ પ્રથમ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની જાહેર કરી

Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશના વારાણસીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની પ્રથમ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO ના  સભ્ય દેશોના સરકારના વડાઓની 22મી સમિટમાં વર્ષ 2022-23 માટે SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે વારાણસીની પસંદગી કરવામાં આવી હતી.આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા.

વારાણસીને SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે નિયુક્ત કરવામાં આવતાં ત્યાં પર્યટન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને માનવીય વિનિમય વધશે.આ સભ્ય દેશો વચ્ચેના પ્રાચીન સભ્યતાના સંબંધોને રેખાંકિત કરે છે.

વર્ષ 2022-23 દરમિયાન વારાણસીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને તેમાં સભ્ય દેશોના મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે.