Site icon Revoi.in

ઉનાળાના આગમન પહેલા શાકભાજીના ભાવમાં વધારો , આદુ-લસણના ભાવમાં તોતિંગ વધારો

Social Share

અમદાવાદઃ ઉનાળાના આગમનને મહિનાથી ઓછો સમયય બાકી રહ્યો છે. ત્યાં જ લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતાં હોય છે. પણ શિયાળો પૂર્ણ થયા પહેલા જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની શરુઆત પહેલા જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. લીંબુના ભાવ 150 રુપિયા કિલો સુધી પહોંચી ગયા છે. તો લસણનો ભાવ 400થી 500 રુપિયા કિલો સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત ગવાર, ભીંડા, મરચા. દેશી કાકડી, ફણસી, તુરિયા, સુરતી પાપડી સહિતના શાકભાજીમાં કિલોએ 40 થી 60 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. મકાઇ 50 રૂપિયે કિલો મળી રહી છે,

શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીની આવક વધુ રહેતી હોય છે. આ સિઝનમાં માંગ પણ એટલી જ હોય છે. સામાન્ય ઠંડીની મોસમમાં શાકભાજીના ભાવ પણ તળિયે બેસી જતાં હોય છે, પરંતુ આ વર્ષ વાતાવરણને કારણે શાકભાજી સહિતના પાકોની ગુણવતા પર અસર પડતા આવક પણ ઓછી થઈ છે. જેના પરિણામે લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. જેમાં લસણ અને આદુના ભાવે ગૃહણીઓના બજેટ બગાડ્યા છે. હાલ હોલસેલમાં લસણ 440થી 460 રૂપિયે કિલો મળી રહ્યું છે. લસણના ભાવમાં થયેલા વધારાની અસર ખરીદનાર અને વેચનાર બન્નેને થઇ રહી છે. જેથી વેપારીઓ પણ છૂટક લસણ લાવીને વેચી રહ્યાં છે. જ્યારે લીંબુનો ભાવ કિલોએ 140 રૂ અને આદુંનો કિલોએ 160 રૂ ભાવ બોલાઈ રહ્યો હતો. લસણના ભાવમાં વધારો થવા અંગે વેપારીઓનું માનવું છેકે, ઓછું ઉત્પાદન અને મધ્ય પ્રદેશથી લસણ આવવાનું બંધ થયું હોવાથી ભાવમાં વધારો થયો છે. લસણની સાથે લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. ગવાર, ભીંડા, મરચા. દેશી કાકડી, ફણસી, તુરિયા, સુરતી પાપડી સહિતના શાકભાજીમાં કિલોએ 40 થી 60 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. મકાઇ 50 રૂપિયે કિલો મળી રહી છે. ફળોના ભાવમાં પણ વધારો થયો છે. કેળા 70 રૂ. ડઝન, ચીકુ 140 રૂ. કિલો, દ્રાક્ષ 90 કિલો અને પાઇનેપલ 100 રૂપિયે કિલો મળી રહ્યાં છે.