Site icon Revoi.in

ગરીબ દેશોને દાનમાં પુરતી રસી ના મળતા રસીકરણ ખુબ ઓછુઃ તજજ્ઞોનો મત

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામેની લડાઈ લડી રહ્યાં છે. તેમજ નવા ઓમિક્રોન વેરિએન્ટને પગલે ફફડાટ ફેલાતો છે. દરમિયાન દુનિયના અમિર દેશોમાં સૌથી ઉંચુ રસીકરણ છે. જ્યારે ગરીબ દેશોમાં રસીકરણ સૌથી ઓછુ રસીકરણ થયું હોવાનું સામે આવ્યું છે. આફ્રિકાના મોટાભાગના દેશ ગરીબ છે અને તેના કારણે રસીકરણની ઝપડ પણ ધીમી હોવાનું મનાઈ રહ્યું છે. તજજ્ઞોના મતે જો અમીર દેશ સ્વાર્થી બનીને માત્ર પોતાની જ વસતીનું રસીકરણ કરી રહ્યાં છે. કોરોનાની રસી પુરતી સંખ્યામાં દાન કરવામાં આવતી ના હોવાથી આ પરિસ્થિતિ ઉભી થવાનું મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સમૃદ્ધ અને ગરીબ દેશો વચ્ચે રસીકરણ કવરેજમાં ઘણો તફાવત છે. અમેરિકા, બ્રિટન, ઈઝરાયેલ, ફ્રાન્સ અને યુરોપના દેશોએ તેમની અડધાથી વધુ વસ્તીને સંપૂર્ણ રસી આપી છે. ગરીબ દેશોમાં બૂસ્ટર ડોઝથી દૂર, લોકોને રસીનો એક પણ ડોઝ મળ્યો નથી. આફ્રિકામાં 30 થી વધુ દેશો છે, જેમની 10% થી ઓછી વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. બીજી તરફ અમેરિકાએ તેની 70 % વસ્તીને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપ્યો છે. તેમજ  59% વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. અમેરિકા 5 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને આ રસી આપી રહ્યું છે.

ઉપરાંત, અમેરિકાની 12% વસ્તી એવી છે, જેમને રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. ઈઝરાઈલમાં 70 ટકા લોકોને પ્રથમ ડોઝ અને 64 ટકા લોકોને બીજી રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. બ્રિટેનમાં 76 ટકા લોકોને પ્રથમ અને 69 ટકા લોકોને બીજો, કેનેડામાં 81 ટકા લોકોને પ્રથમ અને 77 ટકા લોકો બીજો ડોઝ, ચીનમાં 88 ટકા લોકોને પ્રથમ અને 77 ટકા લોકોને બીજો, બ્રાઝીલમાં 78 ટકા લોકોને પ્રથમ અને 63 ટકા લોકોને બીજો, ઓસ્ટ્રેલિયામાં 79 ટકા લોકોને પ્રથમ અને 74 ટકા લોકોને બીજો, ફ્રાંસમાં 77 ટકા લોકોને પ્રથમ અને 70 ટકા લોકોને બીજો, સ્પેનમાં 81 ટકા લોકોને પ્રથમ, 80 ટકા લોકોને બીજો અને યુએઈમાં 100 ટકા લોકોને પ્રથમ અને 90 ટકા લોકોને પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ વેક્સિન ટ્રેકર અનુસાર ગરીબ દેશોની વાત કરવામાં આવે તો ઝામ્બિયામાં 4.5 ટકા લોકોને પ્રથમ અને 3.8 ટકા લોકોને બીજો, અંગોલામાં 20 ટકા લોકોને પ્રથમ અને 8.7 ટકા લોકોને બીજો, મલાવીમાં 6.1 ટકા લોકોને પ્રથમ અને 3.2 ટકા લોકોને બીજો, તંઝાનિયામાં 1.5 ટકા લોકોને પ્રથમ અને 1.7 ટકા લોકોને બીજો, કાંગોમાં 9.2 ટકા લોકોને પ્રથમ અને 2.4 ટકા લોકોને બીજો, કેમરૂનમાં 2.9 ટકા લોકોને પ્રથમ અને 2.2 ટકા લોકોને બીજો, યુગાંડામાં 8.7 ટકા લોકોને પ્રથમ અને 2.1 ટકા લોકોને બીજો, કેન્યામાં 8.7 ટકા લોકોને પ્રથમ અને 5.2 ટકા લોકોને બીજો, ઈથિયોપિયામાં 6.8 ટકા લોકો અને 1.3 ટકા લોકોને બીજો, સુડાનમાં 2.7 ટકા લોકોને પ્રથમ અને 1.4 ટકાને બીજો, નાઈજીરિયામાં 3.1 ટકાને પ્રથમ અને 1.7 ટકા લોકોને બીજો, સાઉથ સુડાનમાં 1.7 ટકા અને 1.2 ટકા લોકોને બીજો, દક્ષિણ આફ્રિકામાં 29 ટકા લોકોને પ્રથમ અને 25 ટકાને બીજો, ધાનામાં 8.7 ટકા લોકોને પ્રથમ અને 2.8 ટકા લોકોને બીજો, સોમાલિયામાં 3.8 ટકા લોકોને પ્રથમ અને 3.7 ટકા લોકોને બીજો, માલીમાં 3 ટકા લોકોને પ્રથમ અને 1.6 ટકા લોકોને બીજો તથા અલ્જિરિયામાં 16 ટકા લોકોને પ્રથમ ડોઝ અને 12 ટકા લોકોને બીજો ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે.

Exit mobile version