1. Home
  2. Tag "donations"

આવતા વર્ષે મેથી અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ થશે શરૂ,નિર્માણ માટે વિશ્વભરમાંથી દાન એકત્ર કરવામાં આવશે

લખનઉ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન રામ લલ્લાની પ્રતિમાનું પણ ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન હવે ધન્નીપુરમાં મસ્જિદના નિર્માણના અહેવાલો છે. એવું માનવામાં આવે છે કે મસ્જિદનું નિર્માણ કાર્ય આવતા વર્ષે મે સુધીમાં શરૂ થઈ જશે.અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે સાઉદી અરેબિયાની મસ્જિદ-એ-હરમના […]

5 વર્ષમાં ચૂંટણી બોન્ડ મારફતે 7 રાષ્ટ્રીય અને 24 પ્રાદેશિક પક્ષોને રૂ. 9188.35 કરોડનું દાન મળ્યું

નવી દિલ્હીઃ રાજકીય પક્ષોને નાણાં આપવા માટે શરૂ કરવામાં આવેલી ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, કોર્ટે ચૂંટણી પંચને 2019 ના વચગાળાના આદેશથી રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા નાણાંના રેકોર્ડને સાચવવા કહ્યું છે. દરમિયાન, ચૂંટણી બોન્ડ સંબંધિત ADR ડેટા બહાર આવ્યા છે. […]

PM Cares Fund: માત્ર દેશ જ નહીં વિદેશમાંથી પણ ઘણું ડોનેશન મળ્યું,3 વર્ષમાં બહારથી આવ્યા આટલા કરોડ

દિલ્હી : કોરોના મહામારી સામે લડવા માટે વર્ષ 2020 માં બનાવવામાં આવેલા પીએમ કેર ફંડમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણું યોગદાન આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ 535.44 કરોડ રૂપિયા વિદેશી દાન સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ દાન છેલ્લા ત્રણ વર્ષમાં આપવામાં આવ્યું છે. પીએમ કેર ફંડની રસીદ અને ચુકવણી ખાતા અનુસાર, […]

ફેક પોલીટિકલ પાર્ટીઓને ડોનેશન આપીને ટેક્સચોરી સામે ગુજરાતમાં 4000ને ITએ ફટકારી નોટિસ

અમદાવાદઃ રાજકીય પક્ષોને અપાતા ડોનેશનને આવકવેરામાંથી કપાત મળતી હોવાથી અનેક ફેક રાજકીય પક્ષો કરદાતાઓ પાસેથી ફંડ મેળવીને અમુક ટકા કમિશન લઈને બાકીની રકમ બ્લેકમાં પરત કરતા હોય છે.  એટલે કે ચેકથી ડોનેશન લઈને 25થી 30 ટકા કમિશન કાપીને બાકીની રકમ રોકડથી પરત કરવામાં આવતી હોય છે. આમ ઇન્કમટેકસ ચોરીનો નવા કૌભાંડનો પર્દાફાશ થયો છે તેમાં […]

ચૂંટણીપંચઃ કાયદાને નેવે મુકીને ડોનેશન્સ લેતા રાજકીય પક્ષો સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશમાં લોકશાહી અનુસાર લોકસભા, રાજ્યસભા, વિવિધ વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય છે. તેમજ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમજ ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચાને લઈને ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. દેશમાં નાના-મોટા મળીને રાષ્ટ્રીય અને સ્થાનિક અનેક રાજકીય પક્ષો કાર્યરત છે. દરમિયાન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય […]

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં મૃત્યુ પામેલા નવીનના મૃતદેહને તા. 21 માર્ચે ભારત લવાશે

નવી દિલ્હી, 19 માર્ચ. યુક્રેનના ખાર્કિવ શહેરમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરના માતા-પિતાએ તેમના પુત્રના મૃતદેહને તબીબી સંશોધન માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે. નવીનના પિતા શંકરપ્પાએ કહ્યું કે મારો પુત્ર મેડિકલના ક્ષેત્રમાં કંઈક હાંસલ કરવા માંગતો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં. તેમણે કહ્યું કે નવીનના શરીરનો ઉપયોગ ઓછામાં ઓછા અન્ય તબીબી […]

ગરીબ દેશોને દાનમાં પુરતી રસી ના મળતા રસીકરણ ખુબ ઓછુઃ તજજ્ઞોનો મત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામેની લડાઈ લડી રહ્યાં છે. તેમજ નવા ઓમિક્રોન વેરિએન્ટને પગલે ફફડાટ ફેલાતો છે. દરમિયાન દુનિયના અમિર દેશોમાં સૌથી ઉંચુ રસીકરણ છે. જ્યારે ગરીબ દેશોમાં રસીકરણ સૌથી ઓછુ રસીકરણ થયું હોવાનું સામે આવ્યું છે. આફ્રિકાના મોટાભાગના દેશ ગરીબ છે અને તેના કારણે રસીકરણની ઝપડ પણ ધીમી હોવાનું મનાઈ રહ્યું […]

ગાયોને બચાવવા માટે બાળકોએ પોતાના ગલ્લાંમાંથી બચાવેલી રકમ પાંજરાપોળને દાનમાં આપી

પાલનપુરઃ ગુજરાતમાં સૌથી વધુ 150 જેટલી ગૌશાળાઓ અને પાંજરાપોળ બનાસકાંઠામાં છે. જો કે પાંજરાપોળમાં રખાયેલા પશુઓના નિભાવ ખર્ચ માટે પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો દ્વારા સરકાર પાસે સહાય માટે વારંવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા સહાય અંગે કોઈજ વિચાર ના કરતા ગૌશાળાના સંચાલકોની હાલત કફોડી બની છે જેથી હવે સંચાલકો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા દાન માટેની […]

કોરોના પીડિતોની વ્હારે આવી પોલીસઃ 9 પોલીસ કર્મચારીઓએ પ્લાઝમાનું કર્યું દાન

પોલીસ કમિશનરે પ્લાઝમા દાન કરી અપીલ રાજકોટ પોલીસે ખાસ નંબર જાહેર કર્યો બીજા તબક્કામાં 310 કર્મચારીઓ સંક્રમિત થયાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ અટકાવવા અને પીડિતોની સારવાર માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ દર્દીઓની સારવાર માટે વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ પણ આગળ વધી છે. હવે કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે સતત ફરજ બજાવતા […]

વૈષ્ણોદેવી મંદિરને 20 વર્ષમાં 1800 કિલો સોનુ દાનમાં મળ્યું

દિલ્હીઃ ભારતના સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન છેલ્લા 20 વર્ષના સમયગાળામાં મંદિરને 1800 કિલો સોનુ ભક્તોએ દાન કર્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 4700 કિલો ચાંદી અને રૂ. બે હજાર કરોડ દાનમાં ભક્તોએ માતાજીના ચરણોમાં અર્પણ કર્યાં હોવાનું આરટીઆઈમાં ખુલાસો થયો છે. વૈષ્ણો દેવી મંદિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code