Site icon Revoi.in

ગરમીમાં પેટની ગરબડ માટે લીલા ઘણા ખૂબ જ ઉપયોગી -જાણો કઈ રીતે કરશો ઉપયોગ

Social Share

વધતી જતી ગરમી આપણા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી રહી છે, જો ગરમીમાં સહેજ પણ તીખુ કે તળેલું ખાવામાં આવે તો તે પેટને ખરાબ ચોક્કસ કરે છે આવી સ્થિતિમાં ઝાડા ,વોમિટ કે પાચન શક્તિ નબળી પડવાની શક્યતાઓ રહેલી છે,આ સાથે જ ગરમીના કારણે લોકોને હીટસ્ટ્રોક થાય છે, ત્યારબાદ ઝાડા થવાની ફરિયાદ સામાન્ય છે. જો તમને પણ હીથ સ્ટ્રોકના કારણે આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ગભરાવાની જરૂર નથી, સામાન્ય ઘરગથ્થુ ઉપચાર દ્વારા તેનાથી છુટકારો મેળવી શકાય છે.

ઉનાળામાં આપણે આપણા આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે, આ ઋતુમાં આપણે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેનાથી પેટ અને શરીરના અન્ય ભાગોને ઠંડક મળે નહીંતર લૂઝ મોશનને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ધાણાના સેવન ખૂબજ ફાયદો કરાવે છે.

લીલા ધાણાને ઔષધીય ગુણોથી સમૃદ્ધ ખોરાક માનવામાં આવે છે, તેમાં વિટામિન A, વિટામિન C, વિટામિન K, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. ધાણાના પાંદડામાં રહેલા એસિડમાં હીટ સ્ટ્રોક અને ઝાડાની અસર ઘટાડવાની શક્તિ હોય છે.

જો હીટ સ્ટ્રોક અને ઝાડાની અસર અસહ્ય થવા લાગે તો તમે કોથમીરની ચા પી શકો છો. આ ચા લૂઝ મોશનમાં દવાની જેમ કામ કરે છે અને શરીરમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢી નાખે છે. આ ચા તૈયાર કરવા માટે અડધી ચમચી આખા ધાણા લો અને તેને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને ઉકાળો. હવે તેને ટી સ્ટ્રેનરથી ગાળીને તેનું સેવન કરો.

તમારા આહારમાં ધાણાના પાનનો સમાવેશ કરીને, સળગતી ગરમીની અસરને ઘટાડી શકાય છે. લીલા ધાણામાં ઠંડકની અસર હોય છે જે શરીરમાં રાહત આપવાનું કામ કરે છે. તેને ચટણી બનાવીને ખાઓ અથવા તેને દહીંમાં ભેળવીને ખાઈ શકાય.