Site icon Revoi.in

આગામી 25 વર્ષોમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય: વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પીએમ મોદીની ઘોષણા

Social Share

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું બુધવારે ઉદ્ઘાટન કર્યું અને આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં સામેલ લોકોને પણ સંબોધિત કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં પીએમ મોદીએ કહ્યુ કે તાજેતરમાં ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે ભારત આગામી25 વર્ષના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર દેશ વિકસિત થઈ જાય છે. માટે આ 25 વર્ષની અવધિ ભારતનો અમૃતકાળ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે મારી ગેરેન્ટી છે કે ભારત આગામી કેટલાક વર્ષોમાં ત્રીજી અર્થવ્યવસ્થા બનશે. ભારત હાલ દુનિયાની પાંચમી મોટી શક્તિ છે. આપણે ત્યાં અતિથિ દેવો ભવ થાય છે. પોતાની સ્થાપના બાદથી ગત 20 વર્ષોમાં, વાઈબ્રન્ટ ગુજરાત શિખર સંમેલને નવા વિચારોને એક મંચ આપ્યો છે અને રોકાણ અને રિટર્ન માટે નવા રસ્તા ખોલ્યા છે. 2024ની થીમ ગેટવે ટૂ ધ ફ્યૂચર છે. અમારા પ્રયાસો અને પ્રતિબદ્ધતાથી જ 21મી સદીનું ભવિષ્ય જીવંત થશે. પોતાની જી-20ની અધ્યક્ષતા દરમિયાન, ભારતે વૈશ્વિક ભવિષ્ય માટે એક રોડમેપ આપ્યો. આજે અમે તે દ્રષ્ટિકોણને આગળ લઈ જવા માંગીએ છીએ.

પીએમ મોદીએ કહ્યુ છે કે આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે 10 વર્ષ પહેલા ભારત 11મા સ્થાને હતું. આજે દુનિયાની દરેક મુખ્ય રેટિંગ એજન્સીનું અનુમાન છે કે ભારત આગામી કેટલાક વર્ષોમાં દુનિયાની ટોચની ત્રણ ઈકોનોમીમાં આવશે. એક એવા સમયમાં જ્યારે વિશ્વ અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે. ત્યારે ભારત દુનિયામાં વિશ્વાસનું એક નવું કિરણ બનીને ઉભર્યું છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આર્થિક વિકાસ અને  રોકાણનો એક વૈશ્વિક મંચ બની ગયો છે. ભારત અને યુએઈએ ફૂડ પાર્કનો વિકાસ, નવીકરણીય ઊર્જા સહયોગ અને નવીન સ્વાસ્થ્ય દેખરેખમાં રોકાણ માટે ઘણી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતના પોર્ટ્સના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે યુએઈની કંપનીઓ અબજો ડોલરના રોકાણ પર સંમત થઈ છે. ભારત અને યુએઈ પોતાના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ ગયા છે.