Site icon Revoi.in

વિકી કૌશલ અને કેટરિનાએ લગ્નની તૈયારીઓ કરી શરુઃ એક નહી બે નહી પરંતુ આટલી હોટલ કરાવી બૂક

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફ પોતાના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત જોવા ણળી રહ્યા છે, છેલ્લા ઘણા દિવસોથી તેમના લગ્નની ચર્ચાઓ જોરશોરમાં હતી ત્યારે હવે તેઓના લગ્ન ફાઈનલવ થી રહ્યા છે તેવા સમાચારો મળી રહ્યા છે.

આ સાથે જ જેમ જેમ વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વિધિ સાથે જોડાયેલી વધુ વિગતો મીડિયા સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણેગ લગ્નની સેરેમની 7, 8 અને 9 ડિસેમ્બરના રોજ થનાર છે

ત્યારે હવે આ બબાતે બીજી એક ખાસ માહિતી સામે આવી રહી છે.આ કપલે તેમના લગ્ન માટે 40 થી વધુ હોટલ બુક કરવામાં આવી છે. એવા પણ સમાચાર છે કે સલમાન ખાન 9 ડિસેમ્બરે આવવાનો હતો, જોકે બાદમાં સમાચાર આવ્યા કે તે આવી શકશે નહીં. રસપ્રદ વાત એ છે કે વિકી કૌશલની કઝીન ઉપાસનાએ આ તમામ સમાચારોને અફવા ગણાવી છે. તેણે એમ પણ કહ્યું કે તેણે વિકી સાથે વાત કરી હતી. તે લગ્ન નથી કરી રહ્યો.

ઉલ્લેખનીય છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. જો કે,એક મીડિયા એહેવાલ પ્રમાણે વિકીની કઝીન સિસ્ટરે આ વાતનો સાફ ઈનકાર કર્યો છે કે વિકી કૌશલ લગ્ન કરી રહ્યો છે, ત્યારે હવે આ અફવાઓ છે કે ખરેખર તે લગ્ન કરી રહ્યો છે તે 9 ડિસેમ્બરના રોજ ખબર પડશે

Exit mobile version