Site icon Revoi.in

વિક્કી કૌશલની ‘શહીદ ઉધમ સિંહ’ OTT પર રિલીઝ થશે, જાણો તમે ક્યારે ફિલ્મ જોઈ શકશો 

Social Share

મુંબઈ:બોલિવૂડના શાનદાર અભિનેતા વિક્કી કૌશલ તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિનેતા વિક્કી લાંબા સમયથી તેની આગામી ફિલ્મ શહીદ ઉધમ સિંહને લઈને વ્યસ્ત છે. વિક્કી કૌશલ સ્ટારર શૂજીત સરકારે માર્ચ 2019 માં પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘સરદાર ઉધમ સિંહ’ની જાહેરાત કરી હતી. હવે અભિનેતાએ સ્પષ્ટ કરી દીધું છે કે,આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. આ આગામી ફિલ્મમાં વિક્કી કૌશલ એક ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાનીની ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓએ ડિસેમ્બર 2019 માં ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ કર્યું હતું.ત્યારથી દરેક ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

વિક્કી કૌશલે પોતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે,આ ફિલ્મ ચાહકો સમક્ષ કયા મહિનામાં રજૂ કરવામાં આવશે. એક પોસ્ટ શેર કરીને વિક્કી કૌશલે ચાહકોને આ માહિતી આપી છે.

પોસ્ટર શેર કરતા અભિનેતાએ લખ્યું કે,અમે તમારા માટે એક ક્રાંતિકારીની વાર્તા લાવી રહ્યા છીએ, તેથી મારું દિલ પ્રેમથી ભરાઈ ગયું છે. આ ઓક્ટોબર જુઓ #SardarUdhamOnPrime, @primevideoin.આ પોસ્ટ દ્વારા, વિક્કીએ કહ્યું કે,આ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થશે, તેની સાથે તે OTT પર પણ રિલીઝ થશે.

હાલમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે,મેકર્સએ ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય લઇ લીધો છે.આ જ કારણ છે કે,આ ફિલ્મ હવે થિયેટરોને બદલે OTT પર રિલીઝ થશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,મેકર્સએ નિર્ણય લીધો છે કે,ફિલ્મ સરદાર ઉધમ સિંહ દશેરા સપ્તાહના અંતે થિયેટરને બદલે એમેઝોન પ્રાઇમ વિડીયો પર રજૂ કરવામાં આવશે. હાલમાં, રિલીઝની તારીખ 16 ઓક્ટોબર કહેવામાં આવી રહી છે. જોકે હજુ પણ મેકર્સે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જ્યારે હવે વિક્કીની પોસ્ટ બાદ ચાહકો ખૂબ ખુશ છે.

 

Exit mobile version