Site icon Revoi.in

Video: ચીની બનાવટનાં શસ્ત્રોની દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, ચાર ઝડપાયા

આરોપી ઝડપાયા
Social Share

નવી દિલ્હી, 22 નવેમ્બર, 2025: Chinese-made weapons smuggling racket busted દિલ્હી પોલીસે મોટું આંતરરાષ્ટ્રીય શસ્ત્ર દાણચોરીનું રેકેટ પકડી પાડ્યું છે. આ રેકેટ હેઠળ ચીની તેમજ તુર્કીની બનાવટનાં અત્યંત આધુનિક શસ્ત્રો ભારતમાં ગુનેગાર ટોળકીઓને પહોંચાડવામાં આવતાં હતાં.

પાકિસ્તાની આઈએસઆઈની સક્રિય સામેલગીરીથી ચાલતા રેકેટ હેઠળ ચીન અને તુર્કીમાંથી સૌથી આધુનિક શસ્ત્રો મેળવવામાં આવતાં હતાં. ત્યારબાદ તે પંજાબ સરહદેથી ભારતમાં ઘૂસાડાતાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ, ડ્રોનની મદદથી પંજાબ સરહદમાં શસ્ત્રોના બોક્સ પહોંચાડવામાં આવતા હતા અને ત્યાંથી એ શસ્ત્રો ભારતમાં અપરાધી ટોળકીઓ સુધી પહોંચતાં હતાં.

આ મામલામાં અત્યાર સુધીમાં દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આ શકમંદો પંજાબ અને ઉત્તરપ્રદેશના રહેવાસીઓ છે. તે સાથે તેમની પાસેથી આધુનિક પિસ્તોલો સહિત મોટી માત્રામાં શસ્ત્રો કબજે કરવામાં આવ્યા છે.

જુઓ વીડિયો

અહેવાલ અનુસાર, પોલીસે તેને મળેલી બાતમીને આધારે રોહિણી વિસ્તારમાં દરોડો પાડ્યો અને શસ્ત્રોના જથ્થા સાથે ચાર જણને ઝડપી લીધા હતા.

પોલીસે જણાવ્યું કે, 19 નવેમ્બરે ફિલૌરનો મનદીપ તથા લુધિયાણાનો દલવિંદર શસ્ત્રો પહોંચાડવા માટે રોહિણી જણી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ બાદ મળેલી માહિતીને આધારે રોહન તોમર તથા અજય ઉર્ફે મનુને પકડી પાડવામાં આવ્યા હતા.

ગત 10 નવેમ્બરે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ઇસ્લામિક આતંકીઓ દ્વારા આત્મઘાતી કારબોંબ વિસ્ફોટ બાદ પોલીસ સતર્ક હતી તે દરમિયાન આ શસ્ત્રોની દાણચોરીના રેકેટનો પર્દાફાશ થયો હતો.

શું લેપટોપ સતત ચાર્જિંગમાં રાખવાથી નુકસાન થાય કે લાભ? જાણો શું કહે છે નિષ્ણાતો

Exit mobile version