Site icon Revoi.in

વિજય માલ્યા અવમાનના કેસ: સુપ્રીમ કોર્ટ 18 આ તારીખે કરશે આખરી સુનાવણી

Social Share

 

દિલ્હીઃ- વિજય માલ્યા અવમાનના કેસ ખૂબ ચર્ચિત કેસમાંથી એક છે, છેલ્લા ઘણા સમયથી આ કેસની સુવાનણી ટળી રહી છે,ત્યારે હવે વિજય માલ્યા વિરૂદ્ધ અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વની જાહેરાત કરી છે.

વિજ.ય માલ્યાના કેસને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે કેસમાં ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને દોષિત ઠેરવવામાં આવ્યા છે તેની આખારી સુનાવણી 18 જાન્યુઆરી 2022ના રોજ કરવામાં આવશે.

આ મામલે સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે,સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલે પૂરતી રાહ જોઈ છે, હવે અમે આનાથી વધુ રાહ જોઈ શકીએ તેમ નથી. વિજય માલ્યા સામેના અવમાનના આ કેસનો કોઈક સ્તરે નિકાલ કરવો પડશે. હવે આ પ્રક્રિયા સમાપ્ત થવી જોઈએ.

સર્વોચ્ચ અદાલતે વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાને આ મામલામાં એમિકસ ક્યુરી તરીકે મદદ કરવા વિનંતી કરી હતી. તે જ સમયે, કોર્ટે કહ્યું કે વિજય માલ્યા રજૂઆત કરવા માટે સ્વતંત્ર છે. જો તે હાજર ન હોય તો વકીલ તેના વતી દલીલ કરી શકે છે.કોર્ટે કહ્યું કે અમે વિજય માલ્યાની કાયમ રાહ જોઈ શકીએ નહીં. કોર્ટે માલ્યાને હાજર થવાના આદેશ આપ્યા હતા, પરંતુ તે હાજર થયો ન હતો.આ પહેલા, કોર્ટે આ કેસમાં 2017ના ચુકાદાની સમીક્ષા માટે માલ્યાની અરજી પણ ફગાવી દીધી હતી.